Not Set/ કરીનાએ કહ્યું સૈફ મને બિકીની પહેરતા ન રોકી શકે

કરીન કપૂર તેની ફિટનેસ માટે જાણીતી છે અને તૈમૂરના જન્મ બાદ પણ કરીનાએ પોતાનું ફિગર સરસ રીતે જાળવ્યું છે. થોડા સમય પહેલા જ્યારે કરીના તૈમૂરના જન્મદિવસે  માલદીવમાં વેકેશન માટે ગઈ હતી. ત્યારે તેણે બિકીની પહેરી હતી.  તેના આ બિકીની  પિક ઘણા વાઇરલ થયા હતા.  જોકે તેના પ્રશંસકોને આ  લુક ગમ્યો નહોતો અને તેના માટે કરીનાને […]

Uncategorized

કરીન કપૂર તેની ફિટનેસ માટે જાણીતી છે અને તૈમૂરના જન્મ બાદ પણ કરીનાએ પોતાનું ફિગર સરસ રીતે જાળવ્યું છે. થોડા સમય પહેલા જ્યારે કરીના તૈમૂરના જન્મદિવસે  માલદીવમાં વેકેશન માટે ગઈ હતી. ત્યારે તેણે બિકીની પહેરી હતી.  તેના આ બિકીની  પિક ઘણા વાઇરલ થયા હતા.  જોકે તેના પ્રશંસકોને આ  લુક ગમ્યો નહોતો અને તેના માટે કરીનાને ટ્રોલ કરવામાં આવી હતી. તેમજ કરીનાને બિકીની પહેરવા દેવા માટે સૈફે પણ ટ્રોલર્સની ટીકાનો ભોગ બનવું પડ્યું હતું.

Image result for kareena bikini

આ સમગ્ર ઘટના અંગે જ્યારે અરબાઝ ખાનના શોમાં કરીના કપૂરને આ અંગે સવાલ કરવામાં આવ્યો  ત્યારે કરીનાએ કહ્યું કે સૈફ કોણ છે જે મને બિકીની પહેરતી રોકી શકે.  મને નથી લાગતું કે અમારો સંબંધ એવો છે. કે સૈફ મને કહે કે મેં બિકીની કેમ પહેરી છે અને કેમ નહીં.  મને લાગે છે કે અમે જવાબદાર રિલેશનશીપમા છીએ. અને સૈફને મારા પર ભરોસો છે. અને જો મેં બિકીની પહેરી છે તેની પાછળ કોઈ કારણ હશે.

કરીનાએ એમ પણ કહ્યું કે લોકોએ સેલેબ્સની અંગત જિંદગી માટે કમેન્ટ ન કરવી જોઈએ.અમે લોકો પણ માણસ છીએ અને અમારે પણ લાગણીઓ હોય છે. કરીના હાલમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ગુડ ન્યૂઝના શૂટિંગમાં વ્યસ્ત છે.