Not Set/ ટેલિવિઝન હાર્ટ થ્રોબ શરદ મલ્હોત્રા એપ્રિલમાં કરશે લગ્ન  

ટીવીનો જાણીતો ચહેરો શરદ મલ્હોત્રાએ કબ્લૂયુ છે  કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે એપ્રિલ મહિનામાં લગ્ન કરવાનો છે.  જોકે તેણે તારીખ અંગે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ તેમ છતાં તેના નજીકના સૂત્રોએ જણાવી દીધું છે કે શરદ 20 એપ્રિલે મુંબઇમાં લગ્ન કરશે. શરદની ગર્લફ્રેન્ડ રિપ્સી ભાટિયા દિલ્લીની રહેવાસી છે. લગ્નનું ફંક્શન  ત્રણ દિવસ ચાલશે. અન તેમાં […]

Uncategorized

ટીવીનો જાણીતો ચહેરો શરદ મલ્હોત્રાએ કબ્લૂયુ છે  કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે એપ્રિલ મહિનામાં લગ્ન કરવાનો છે.  જોકે તેણે તારીખ અંગે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ તેમ છતાં તેના નજીકના સૂત્રોએ જણાવી દીધું છે કે શરદ 20 એપ્રિલે મુંબઇમાં લગ્ન કરશે. શરદની ગર્લફ્રેન્ડ રિપ્સી ભાટિયા દિલ્લીની રહેવાસી છે.

લગ્નનું ફંક્શન  ત્રણ દિવસ ચાલશે. અન તેમાં બનેના પરિવારજનો તેમજ મિત્રો સામેલ થશે. શરદે સ્વીકાર્યું કે જ્યારે તે રિપ્સીને મળ્યો ત્યારે તે એક તૂટેલી રિલેશનશીપમાંથી માંડ બહાર આવ્યો હતો. અમે સોશિયલ મીડિયામાં ક્યારેક ક્યારેક વાત કરતા હતા. અને ગત વર્ષે ગણપતિ ઉત્સવ બાદ અમે ફોન પર વાત કરતા થયા હતા. રિપ્સીએ લગ્નથી બચવા 6 વર્ષ સુધી વર્લ્ડ ટૂર કરી છે. અને હું સતત કામ કરતો હૈતો. જોકે હવે અમે લગ્ન કરવા તૈયાર છીએ.

ઉલ્લેખનીય છે કે એક સમયે શરદ મલ્હોત્રા અને દિવ્યાંકા ત્રિપાઠી ગાઢ રિલેશનશીપમાં હતા. તેઓ લગ્ન પણ કરવાના હતા.પરંતુ આ સંબધ તૂટી ગયો હતો.