Not Set/ મનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, ગિરીશચંદ્ર મુર્મુનું રાજીનામું સ્વીકાર

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા હવે જમ્મુ-કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનશે. ગિરીશચંદ્ર મુર્મુએ બુધવારે સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે ગુરુવારે સવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી મનોજ સિન્હાની નિમણૂકની ઘોષણા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ  370 નાબૂદ થયાના એક વર્ષ પૂરા થયાની સાથે જ લેફ્ટનન્ટ ગવર્નર જી.સી.મૂર્મુએ બુધવારે મોડી […]

Uncategorized

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા હવે જમ્મુ-કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનશે. ગિરીશચંદ્ર મુર્મુએ બુધવારે સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે ગુરુવારે સવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી મનોજ સિન્હાની નિમણૂકની ઘોષણા કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ  370 નાબૂદ થયાના એક વર્ષ પૂરા થયાની સાથે જ લેફ્ટનન્ટ ગવર્નર જી.સી.મૂર્મુએ બુધવારે મોડી સાંજે અચાનક રાજીનામું આપી દીધું હતું. મુર્મુએ મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું પણ સોપ્યું છે. મુર્મુએ કેમ રાજીનામું આપ્યું તે કારણ જાણી શકાયું નથી, પરંતુ કેટલાક વરિષ્ઠ અમલદારોની કામગીરીને તેમણે નારાજ હોવાનું જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુર્મુને કેન્દ્રના કોઈ મોટા પદ પર નિમણૂક કરવામાં આવી શકે છે.