Not Set/ બાંકડા પરથી નામ ભૂંસાતાં ધારાસભ્યનો પારો સાતમા આસમાને

અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર તાલુકાના ગાજણ ગામે બાયડના ધારાસભ્ય દ્રારા આપવામાં આવેલ બાંકડાઓ પર ધારાસભ્યનું નામ લખવામાં આવેલું હતું. પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. જેના પગલે ગાજણ ગામે મુકવામાં આવેલા બાંકડા પર ધારાસભ્યા નામ પર તંત્ર દ્રારા કૂંચડો ફેરવી દેવામાં આવ્યો હતો. જેની જાણ બાયડના ધારાસભ્યને થતાં તેઓનો પારો […]

Top Stories Gujarat Others Videos

અરવલ્લી,

અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર તાલુકાના ગાજણ ગામે બાયડના ધારાસભ્ય દ્રારા આપવામાં આવેલ બાંકડાઓ પર ધારાસભ્યનું નામ લખવામાં આવેલું હતું.

પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. જેના પગલે ગાજણ ગામે મુકવામાં આવેલા બાંકડા પર ધારાસભ્યા નામ પર તંત્ર દ્રારા કૂંચડો ફેરવી દેવામાં આવ્યો હતો.

જેની જાણ બાયડના ધારાસભ્યને થતાં તેઓનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ગુસ્સે ભરાયેલા ધારાસભ્યએ આ અંગે આચારસંહિતાનો ભંગ નહિ થતો હોવાનો ચૂંટણીપંચમાં રજૂઆત કરી હતી.