Not Set/ ભષ્ટાચાર સામે ઉભેલા દરેક ભારતીય ચોકીદાર:પીએમ મોદી

દિલ્હી, 2019 ની લોકસભાની ચૂંટણી ના થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો સૂત્ર લોન્ચ કર્યું છે. રાફેલ ડીલને આધાર બનાવતા કોંગ્રેસના ‘ચોકીદાર ચોર છે ‘ આ નારાના જવાબ આપતા નરેન્દ્ર મોદીએ ‘હું પણ ચોકીદાર’ અભિયાનની શરૂઆત કરી છે. આ નવા અભિયાનનું ઉદ્ઘાટન કરતા, તેમણે કહ્યું કે તમારો ચોકીદાર દેશ સેવામાં દૃઢપણે ઉભા છે. […]

Top Stories India

દિલ્હી,

2019 ની લોકસભાની ચૂંટણી ના થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો સૂત્ર લોન્ચ કર્યું છે. રાફેલ ડીલને આધાર બનાવતા કોંગ્રેસના ‘ચોકીદાર ચોર છે ‘ આ નારાના જવાબ આપતા નરેન્દ્ર મોદીએ ‘હું પણ ચોકીદાર’ અભિયાનની શરૂઆત કરી છે. આ નવા અભિયાનનું ઉદ્ઘાટન કરતા, તેમણે કહ્યું કે તમારો ચોકીદાર દેશ સેવામાં દૃઢપણે ઉભા છે. તેમણે તેમના સમર્થકોને અપીલ કરી કે તે ‘હું પણ ચોકીદાર’ ની પ્રતિજ્ઞા લે. ભાજપનો આ વળતોવાર એવો છે જેવો ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન સામે આવ્યો હતો

લોકસભાની ચૂંટણ 2014 ના પ્રચારમાં નારાઓની જે જેબરદસ્ત જાદુગરીની શરૂ થઈ હતી, તે ચૂંટણી-દર ચૂંટણી નિખરીતી ચાલતી ગઈ. આ વચ્ચે થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ વાર-પલટવાર માટે તમમ નારા ગઢે ગયા. 2017 ના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોશિઅલ મીડિયા પર વાયરલ ‘વિકાસ પાગલ થઇ છે’ નારા પણ ચૂંટણીની જુગલબંધીનો ભાગ બન્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમિત તમમ ભાજપ વિરોધી નેતાઓએ પોતાની સભાઓથી વિકાસ પાગલ થઇ ગયો છે સૂત્રનો ઉપયોગ કર્યો.

સોશિઅલ મીડિયા પર # વિકાસ_પાગલ_થયો_છે ના સાથે ટ્વીટ્સની ભરમાર જોવા મળી. નેતાઓ સાથે સાથે સામાન્ય લોકો રસ્તાઓના ખાડાઓ સહિત તમામ મુદ્દાઓ સાથે જોડાયેલિ તસ્વીરો શેર કરતા વિકાસ પાગલ થઇ ગયો છે,સૂત્રનો ઉપયોગ કર્યો.

વિપક્ષના આ આરોપના જવાબમાં બીજેપીએ નિત્યક્રમ એક વીડીયો કેમ્પને ચલાવ્યો અને ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ સૂત્ર આપ્યું. લગભગ 4 મિનિટના આ વીડીયો સંદેશામાં પીએમ નરેન્દ્ર મોદીની ટીકાકારો પર જબરદસ્ત તજ કસવામાં આવ્યું. જેમાં સોનિયા ગાંધીથી લઈને લાલુ યાદવ અને મુલાયમસિંહ યાદવ પર પરિવારવાદના આરોપ મૂકતા પીએમ મોદીને સ્વચ્છ ભારત જેવા અભિયાન ચલાવનારા સફળ નેતા બનાવામાં આવ્યા. સાથે જ તે પણ કહેવામાં આવ્યું કે જો આજે મોદી નિષ્ફળ જાય તો 100 વર્ષ સુધી કોઈ પીએમ ભ્રષ્ટાચારથી લડવાની હિંમત કરશે નહીં.

હું પણ ચોકીદાર

‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ જેવા જ સૂત્રો હવે બીજેપીએ 2019 લોકસભાની ચૂંટણી માટે આપવામાં આવ્યા છે. જણાવીએ કે, કોંગ્રેસ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવતા આના માટે પીએમ નરેન્દ્ર મોદીને સીધી રીતે જવાબદાર ગણાવ્યા છે. પીએમ મોદીએ પોતાની જાતને દેશના ચોકીદાર કહ્યા હતા. જેનો આધાર બનાવતા કોંગ્રેસ ‘ચોકીદાર ચોર છે’ ના સૂત્રનો ઉપયોગ કરી રહી છે.

આના જ જવાબમાં પીએમ નારેન્દ્ર મોદીએ શનિવારે પોતાના ટ્વિટર હેન્ડલથી ‘હું પણ ચોકીદાર’ નારો આપીને એક અભિયાન શરૂ કર્યું. આ વીડીયો જારી કરતા જ પીએમ મોદીએ લખ્યું છે કે તમારો ચોકીદાર મજબૂતીથી ઊભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ હું એકલા નથી. તેમણે કહ્યું, ‘દરેક દેશવાસી જે ભ્રષ્ટાચાર, ગંદગી અને સામાજિક દુષ્ટતાથી લડી રહ્યા છે, તે એક ચોકીદાર છે. ભારતના વિકાસ માટે સખત મહેનત કરનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહે છે # હું પણ ચોકીદાર. ‘

આ અભિયાન હેઠળ પીએમ મોદી એક કાર્યક્રમ પણ કરી રહ્યા છે, જે 31 માર્ચના રોજ સાંજે 6 વાગ્યે રાખવામાં આવ્યો છે. પીએમ મોદીએ આ કાર્યક્રમ સાથે જોડાવાની અપીલ કરી છે.

આપને જણાવી દઈએ કે ગુજરાતમાં પાટીદારોનો જબરદસ્ત વિરોધ થયા છતાં પણ બીજેપી 2017 માં સરકાર બનાવવામાં સફળ થઇ હતી. જોકે, કોંગ્રેસએ તેને મજબૂત પડકાર આપ્યો હતો. આવામાં હવે એ જોવાનું રસપ્રદ રહશે કે 2019 માં કોંગ્રેસના સૌથી મોટા મુદ્દા અને સૂત્રનો આ જવાબ ભાજપ માટે કેટલો અસરકારક સાબિત થાય છે.