Not Set/ વ્રજમાં રમાય છે અનોખી લડ્ડુ હોળી

વ્રજની હોળી સમગ્ર વિશ્વમાં સૌથી અનોખી છે તેથી સબ જગ હોરી બ્રજ મેં હોરા કહેવાય છે.અહીં રંગોની સાથે સાથે ગુલાલ, ફૂલ તથા મીઠાઈની હોળી રમવામાં આવે છે. હોળાષ્ટક શરૂ થતાં જ હોળીના રંગમાં વ્રજના લોકો ઝૂમવા લાગશે. બરસાનામાં આજે લડ્ડુ હોળી બાદ રવિવારે વિશ્વ પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળીનો પ્રારંભ થશે. જે બાદ વૃંદાવન, ગોકુળ, મહાવનમાં હોળીના અનોખા રંગો જોવા […]

Navratri 2022

વ્રજની હોળી સમગ્ર વિશ્વમાં સૌથી અનોખી છે તેથી સબ જગ હોરી બ્રજ મેં હોરા કહેવાય છે.અહીં રંગોની સાથે સાથે ગુલાલ, ફૂલ તથા મીઠાઈની હોળી રમવામાં આવે છે. હોળાષ્ટક શરૂ થતાં જ હોળીના રંગમાં વ્રજના લોકો ઝૂમવા લાગશે. બરસાનામાં આજે લડ્ડુ હોળી બાદ રવિવારે વિશ્વ પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળીનો પ્રારંભ થશે. જે બાદ વૃંદાવન, ગોકુળ, મહાવનમાં હોળીના અનોખા રંગો જોવા મળશે.

બરસાના તથા નંદગાંવમાં પૌરાણિક હોળીનું આગમન થઈ ગયું છે. બંને બાજુ ભાવ, શ્રદ્ધા અને ઉમંગમાં ફાગનો રંગ જોવા મળી રહ્યો છે. બરસાનાની રંગીલી ગલીઓમાં હોળીની જમાવટ થઈ ગઈ છે. પરંપરા પ્રમાણે શનિવારે વૃષભાન ભવનમાંથી હોળી રમવાનું આમંત્રણ લઈને રાધાની સહેલીઓ નંદગાંવ જશે. આમંત્રણ સ્વિકારવાની ખુશીમાં બરસાનામાં લાડવા વહેંચવામાં આવશે અને આ દૃશ્ય લડ્ડુ હોળીનું રૂપ લઈ લેશે.

વૃંદાવનમાં હોળીના રંગ વરસવાનું શરૂ થઈ ગયું છે. મંદિરોમાં અબીલ-ગુલાલ ઉડી રહ્યા છે. ભક્તો ઠાકોરજી સાથે હોળી રમીને અત્યારથી જ આનંદના રંગમાં રંગાઈ ગયા છે. અને આ માહોલ નિહાળવા બરસાના તથા મથુરામાં વિદેશી  પ્રવાસીઓ પણ આવે છે.