બિહાર,
બિહારના પૂર્ણિયામાં રેલી કરતા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા.તેમણે કહ્યું કે પહેલા કહેતા હતા મને પીએમ બનાવો જે પણ ઈચ્છો છો તે મળી જશે. હવે કહે છે કે અમે બધા ચોકીદાર. ચોકીદાર ગરીબોના ઘરે મળે છે કે અમીરો ના? ચોકીદાર, પણ ગરીબોના નહીં, અનિલ અંબાણીના ચોકીદાર છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી તમે લોકોને મિત્રો કહે છે, પરંતુ અનિલ અંબાણી, મેહુલ ચોકસી, નીરવ મોદીને ભાઈઓ કહે છે. મિત્રોના પૈસા તેઓ ભાઈઓને આપી દીધા.
પશ્ચિમ બંગાળમાં પણ છે રાહુલ ગાંધીની રેલી…
તેના પછી તેઓ પશ્ચિમ બંગાળ જશે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ સોમેન મિત્રાનું કહેવું છે કે અમે તે 11 બેઠકો પર પ્રચાર શરૂ કર્યો છે, જ્યાં અમે ઉમેદવારોની જાહેરાત કરી છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત શનિવારે રાહુલ ગાંધી કરશે. તે પાર્ટી કાર્યકર્તાઓને એક સંદેશ આપશે.
આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને વામ દળોનું ગઠબંધન થઇ શક્યું નથી.
BJP ke sare Chowkidar Chor Hai.
NoMo
Arun Jaitley
Rajnath Singh
——-
——-
——- https://t.co/jRmdkYjAhg— Rahul Gandhi (@RahulGandhi) March 22, 2019
આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપના બધા ચોકીદારો ચોર છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દ્વારા ભાજપના ટોચના નેતાઓને કથિત રીતે પૈસા આપવાના દાવા સાથેની વાત કહેતા, ‘ભાજપના બધા ચોકીદારો ચોર છે.’ નરેન્દ્ર મોદી, અરુણ જેટલી, રાજનાથ સિંહ …. ‘
अगर ये सच है तो क्या ये सीधा-सीधा पूरे भाजपा के राष्ट्रीय नेतृत्व के ऊपर भ्रष्टाचार का प्रथम दृष्टि से सबूत नहीं?
क्या आज PM Modi सामने आकर ये स्पष्ट करेंगे कि अगर इस डायरी में कोई सच्चाई नहीं तो वो इसकी जांच करवाने को तैयार क्यों नहीं?#YeddyurappaDiaries pic.twitter.com/433M2z1IhO
— Randeep Singh Surjewala (@rssurjewala) March 22, 2019
