કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી નૌકા પ્રવાસ બાદ હવે રેલ્વે પ્રવાસ દ્વારા લોકોથી સંપર્ક કરશે. પ્રિયંકા ગાંધી 27 માર્ચે દિલ્હીથી ફૈજાબાદ વચ્ચે રેલ્વે યાત્રા કરશે. આ પ્રવાસ દરમિયાન વચ્ચે આવતી દરેક બેઠકો પર લોકો સાથે વાતચીત કરશે. જણાવી દઈએ કે ચૂંટણીમાં મતદારો સાથે સંપર્ક કરવા માટે આ પહેલા પ્રિયંકાએ પ્રયાગરાજ થી વારાણસી વચ્ચે નૌકા પ્રવાસ કર્યો હતો.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રોડ શો પણ કરશે. જોકે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે તે પવિત્ર શહેરના ક્યાં ધાર્મિક સ્થળ પર જશે કે નહીં. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રાજેન્દ્ર પ્રતાપ સિંહએ જણાવ્યું હતું કે, ‘પ્રિયંકા જી દિલ્હીથી કૈફીયત એક્સપ્રેસથી ફૈજાબાદ માટે રવાના થશે.ટ્રેન સવારે 5:30 મિનીટ પર અહિયાં પહોંચવાની આશા છે. ‘
સિંહે કહ્યું, “ફૈજાબાદ રેલ્વે સ્ટેશન નજીક થોડી વાર હોટલમાં રોકાયા પછી,સવારે 10 વાગ્યે અયોધ્યામાં રોડ શો કરશે. આશરે 50 કિલોમીટરની અંતર આવરી લે પછી, રોડ શો કુમારગંજમાં પૂર્ણ થશે. સાથ જ તેણે કહ્યું, ‘રોડ શો 32 ભાગોમા હશે. પ્રિયંકા સ્થાનિક લોકો સાથે મળીને ફૈજાબાદમાં બે જાહેર સભાઓને સંબોધશે. તે સ્થાનિક શાળામાં બાળકોને પણ મળશે.
સોમવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક
પ્રિયંકા ગાંધીનો રેલ પ્રવાસ પહેલાં સોમવારે કોંગ્રેસ કાર્યસમિતિ (CWC) ની બેઠકમાં લોકસભા ચૂંટણી માટે પક્ષના મેનિફેસ્ટોનો નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ CWC ની આ બેઠક અકબર રોડમાં સ્થિત પાર્ટીના મુખ્યમથકમાં યોજવામાં આવશે, જેમાં મેનિફેસ્ટોનો વિષય વિષયક પર ચર્ચા કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે CWC પાર્ટીની સર્વોચ્ચ નીતિ બનાવવાનો એકમ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપરાંત CWC બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓમાં સોનિયા ગાંધી, અહમદ પટેલ, એકે એન્ટની, ગુલામ નબી આઝાદ, પી. ચિદમ્બરમ, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની અને આનંદ શર્મા હાજર રહેશે.
પૂર્વ મુખ્યમંત્રીઓ સિદ્ધારામૈયા, ઓમાન ચાંડી, તરુણ ગોગોઇ અને હરીશ રાવત પણ બેઠકમાં ભાગ લેશે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ બેઠકમાં હાજર રહેશે. લોકસભા ચૂંટણી માટે પક્ષના મેનિફેસ્ટો પી ચિદમ્બરમની આગેવાની હેઠળની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સમિતિમાં કેટલાક અન્ય સભ્યો પણ સામેલ છે.
