કોલકાતા,
આઇપીએલ 2019 ની 12 મી આવૃત્તિમાં આજે કોલકતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ યોજાશે. કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન પહેલા મેચમાં થયેલા માંકડિંગ વિવાદને હવે પાછળ છોડીને આ મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સને મ્હાત આપવા માટે કટિબદ્વ જણાઇ રહ્યા છે. પંજાબે અગાઉની મેચમાં રાજસ્થાન રોયલ્સને 14 રનથી હરાવ્યું હતું.
બન્ને ટીમ તેમની પહેલી મેચ જીતી ચૂકી છે ત્યારે આ જંગ રોમાંચક બની રહેશે તે ચોક્કસ છે.
https://twitter.com/IPL_T20_2019/status/1110752136130781190
બે વાર ચેમ્પિયન રહી ચૂકેલી કોલકતાએ તેના પહેલા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટે પરાસ્ત કર્યું હતું. સનરાઇઝર્સે કરેલા 185 રનના લક્ષ્યાંકને પૂરું કરવા માટે કોલકતાને 18 બોલમાં 53 રનની જરૂર હતી ત્યારે તેના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે 19 બોલમાં 49 રનની શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી.
કોલકતાની ટીમ તેના જ હોમ ગ્રાઉન્ડ પર બીજી વાર મેચ રમશે જેને કારણે સ્થાનિક દર્શકોમાં પણ તેને લઇને અનેરો રોમાંચ જોવા મળશે અને તેનું સમર્થન પણ કોલકતા માટે પ્લસ પોઇન્ટ રહેશે. આ મેચ ખાસ કરીને કોલકતાના વિસ્ફોટક બેટ્સમેન રસેલ અને બીજી તરફ પંજાબના ધૂરંધર બેટ્સમેન ક્રિસ ગેલને કારણે વધુ રોમાંચક બની રહેશે.
પંજાબ ટીમને બોલિંગમાં આ વખતે સૈમ કુરેન, મુજીબ ઉર રહેમાન તથા અંકિત રાજપૂત પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા છે. બીજી તરફ કોલકતાએ જે રીતે સનરાઇઝર્સને હરાવ્યું હતું તે જોતા પંજાબ માટે કોલકતાને તેની જ હોમ પીચ પર હરાવવું પડકારભર્યું બની રહેશે.
ટીમ:
કોલકાતા: દિનેશ કાર્તિક(કેપ્ટન), સુનીલ નરેન, આંદ્રે રસેલ, કાર્લોસ બ્રૈથવેટ, જો ડેનલી, લોકી ફગ્ર્યૂસન, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, હૈરી ગર્નલે, કુલદીપ યાદવ, પીયૂષ ચાવલા, નીતીશ રાણા, સંદીપ વોરિયર, કેસી કરિયપ્પા, શુભમન ગિલ, શ્રીકાંત મુંધે, નિખિલ નાઇક, પૃથ્વી રાજ અને પ્રસિદ્વ કૃષ્ણા.
પંજાબ: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્રયુ ટાઇ, મયંક અગ્રવાલ, અંકિત રાજપૂત, મુજીબ ઉર રહમાન, કરુણ નાયર, ડેવિડ મિલર, રવિચંદ્રન અશ્વિન (કેપ્ટન), મોઇસિસ હેનરિક્સ, નિકોલસ પૂરન, વરુણ ચક્રવર્તી, સૈમ કુરેન, મોહમ્મદ શમી, સરફરાઝ ખાન, હરડસ વિલોજેન, અર્શદીપ સિંહ, દર્શન નાલકંડે, પ્રભસિમરન સિંહ, અગ્નિવેશ અયાચી, હરપ્રીત બરાડ અને મુરુગન અશ્વિન.
