વડોદરા,
લોકસભા ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટ આજે ઉમેદવારી પત્ર ભરશે. ભગવાન શિવજીના આશિર્વાદ લઈને રંજનબેન ભટ્ટે ફોર્મ ભરવા પ્રયાણ કર્યું છે.
રંજનબેન ભટ્ટની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વડોદરા ભાજપના ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાશે.
ઉલ્લેખનિય છે કે વડોદરા બેઠક પરથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓએ એક ચા વાળાને પોતાનો ટેકેદાર બનાવ્યો હતો.એજ પ્રમાણે આ વખતે રંજનબેન ભટ્ટે એક ચોકીદારને પોતાનો ટેકેદાર બનાવ્યો છે.જ્યાં ઉમેદવાર રંજનબેન ભટ્ટ સહિત વડોદરા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
