Not Set/ આઇપીએલ મેચ -15, આજે ચેન્નાઇ-મુંબઇ વચ્ચે ખેલાશે જંગ, છેલ્લી 5માંથી 4 મેચમાં મુંબઇ જીત્યું

સૂકાની ધોનીના શાનદાર ફોર્મના દમ પર ચેન્નાઇ સુપરકિંગ્સ આજે ટી-20 ના 15 માં મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે ત્યારે ટૂર્નામેન્ટમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી આ બન્ને ટીમો વચ્ચે આજની ટક્કર ચોક્કસપણે રોમાંચક બની રહેશે. ચેન્નાઇએ હાલ સુધી રમેલી પોતાની ત્રણ મેચો જીતી છે જ્યારે મુંબઇએ માત્ર એક જ મેચ જીતી છે. આ મેચ વિશે વાત […]

Uncategorized

સૂકાની ધોનીના શાનદાર ફોર્મના દમ પર ચેન્નાઇ સુપરકિંગ્સ આજે ટી-20 ના 15 માં મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે ત્યારે ટૂર્નામેન્ટમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી આ બન્ને ટીમો વચ્ચે આજની ટક્કર ચોક્કસપણે રોમાંચક બની રહેશે. ચેન્નાઇએ હાલ સુધી રમેલી પોતાની ત્રણ મેચો જીતી છે જ્યારે મુંબઇએ માત્ર એક જ મેચ જીતી છે.

આ મેચ વિશે વાત કરીએ તો મેચમાં ચેન્નાઇનું પલડું ભારે માનવામાં આવે છે. પરંતુ રેકોર્ડ પર નજર કરીએ તો તે મુંબઇના પક્ષમાં છે કારણ કે બંને ટીમની વચ્ચે રમાયેલી ગત પાંચ મેચમાં 4 મેચમાં મુંબઇ જીતી છે.

જો કે આ વખતે ધોની શાનદાર ફોર્મમાં રમી રહ્યા છે જેને ગત મેચમાં રાજસ્થાન વિરુદ્વ 46 બોલમાં 75 રનની આક્રમક બેટિંગ કરી હતી.
ચેન્નાઇનું પાસુ મજબૂત હોવાનું કારણે તેની બેટિંગ અને સ્પિન બોલિંગ છે. જ્યારે મુંબઇ વધુ આક્રમક બેટિંગ ધરાવે છે. મુંબઇની ટીમનો મુખ્ય આધાર ધુઆંધાર બેટ્સમેન રોહિત અને દક્ષિણ આફ્રિકાના ક્વિંટન ડિકોક છે. બન્ને બેટ્સમેનો હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. જો કે બાકીના બેટ્સમેનોના પ્રદર્શનમાં સુધારાની આવશ્યક્તા છે.

સ્પિન બોલિંગમાં મુંબઇની ટીમ ફિક્કી પડી શકે છે જેનું કારણ ચૈન્નાઇ પાસે રહેલા અનુભવી સ્પિનર હરભજન છે. તે સિવાય દક્ષિણ આફ્રિકાના ઇમરાન તાહિર અને રવિંદ્ર જાડેજા પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

બન્ને વચ્ચે રમાયેલી કુલ મેચ – 26

મુંબઇ – 14

ચેન્નાઇ – 12