મુંબઇ,
આજે મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે યોજાનારો મેચ ખરા અર્થમાં રોમાંચક બની રહેશે અને ક્રિકેટ રસિયાઓમાં પણ આ મેચને લઇને અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે. આઇપીએલ 12 માં ચેન્નાઇ અત્યારસુધી ત્રણમાંથી ત્રણ મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં નંબર વન પર છે. જ્યારે બીજી તરફ ત્રણમાંથી બે મેચમાં હારનો સામનો કરનાર મુંબઇ આ મેચથી કમબેક કરવાનો પૂરો પ્રયાસ કરશે.
આ રોમાંચક મેચમાં ફોર અને સિક્સરની સાથોસાથ બીજો એક રેકોર્ડ પણ બની શકે છે. જી હા. કારણ કે ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો આજે વધુ એક વિકેટ લઇને ચેન્નાઇ તરફથી સર્વાધિક વિકેટ લેવાનો ઇતિહાસ રચશે.
બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં બ્રાવો પાસે ચેન્નાઇ તરફથી સર્વાધિક વિકેટ લેવાનો મોકો હશે. મુંબઇ વિરુદ્વ બ્રાવોએ અત્યારસુધીમાં કુલ 27 વિકેટ ઝડપી છે જે મુંબઇ વિરુદ્વ કોઇ બોલર દ્વારા લેવાયેલી સર્વાધિક વિકેટ છે.
જો કે ગત મેચમાં બ્રાવાએ વાનખેડેમાં તેની શાનદાર બેટિંગ કરતા 226.66 ની સ્ટ્રાઇક રેટથી 30 બોલમાં 68 રન બનાવ્યા હતા અને 4 ઓવરમાં ચુસ્ત બોલિંગ કરીને માત્ર 25 રન આપ્યા હતા.
બ્રાવો આજે રચશે આ ઇતિહાસ
બ્રાવો ચેન્નાઇ માટે હંમેશા ખાસ ઓલરાઉન્ડર સાબિત થયા છે અને ટીમ તરફથી તેને અત્યારસુધી 99 વિકેટે તેના નામે કરી છે. આજના મેચમાં જો તે એક વિકેટ ઝડપે છે તો તે ચેન્નાઇ તરફથી 100 વિકેટ લેનાર પ્રથમ બોલર બની જશે.
બ્રાવાનો હાલના શાનદાર ફોર્મને જોઇને તે ચોક્કસપણે એક વિકેટ લઇને આજે ઇતિહાસ રચશે તે પાક્કુ છે. આ સીઝનમાં બ્રાવાએ 3 મેચમાં સર્વાધિક 6 વિકેટ ઝડપી છે.
