મોહાલી,
કેએલ રાહુલના 71 અને મયંક અગ્રવાલના 55 રનની શાનદાર અર્ધશતક પારીને સહારે પંજાબે સોમવારે હૈદરાબાદને હરાવીને આ સીઝનની ચોથી જીત નોંધાવી હતી. મોહાલીના આઇએસ બિંદ્રા સ્ટેડિયમ ખાતે રમાયેલા આ મુકાબલામાં પંજાબે હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે જ પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં 8 અંકો સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ચૂકી છે.
WE CONTINUE TO REMAIN UNBEATEN AT #SaddaAkhada ❤️#SaddaPunjab #KXIPvSRH #KXIP #VIVOIPL pic.twitter.com/NzCnMpvOzN
— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2019
ટોસ હારીને પહેલી બેટિંગ લેનાર હૈદરાબાદે ડેવિડ વોર્નરની 70 રનની ધુવાંધાર અર્ધશતક પારીને સહારે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 6 વિકેટથી આ મેચ તેના નામે કર્યો હતો. આ મેચમાં આક્રમક બેટિંગ માટે કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. કે એલ રાહુલે 53 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 71 રનની અણનમ ઇનિંગ રમી હતી.
https://twitter.com/lionsdenkxip/status/1115323416913928195
હૈદરાબાદના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબને ક્રિસ ગેલના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. અહીંયાથી કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે પારીને સંભાળી હતી અને સ્કોરને 132 ને પાર પહોંચાડ્યો હતો. જો કે 17.1 ઓવરમાં મયંક અગ્રવાલના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. મયંકે 43 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે આક્રમક 55 રન ફટકાર્યા હતા. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ વચ્ચે 114 રનની ભાગીદારી થઇ હતી. ત્યારબાદ બેટિંગમાં આવેલા ડેવિડ મિલર 1 રન, મનદીપ સિંઘ 2 રન, સેમ કુરાન 5 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા.
તે પહેલા આઇપીએલ 12ના 22મા મુકાબલામાં હૈદરાબાદે પંજાબની સામે 151 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટોસ હારીને પહેલી બેટિંગ કરનાર હૈદરાબાદે ડેવિડ વોર્નરની 61 રનની અર્ધશતક પારીના સહારે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા હતા.
