Not Set/ કોંગ્રેસ સ્વીકાર્યું 69 વર્ષ  સુધી કર્યો અન્યાય તેથી હવે કરે છે ન્યાયની વાતઃ પીએમ મોદી

થેની, તામિલનાડુ, પ્રધાનમંત્રી મોદીએ તામિલનાડુના થેનીમાં AIADMK  સાથે સંયુક્ત રેલી કરી હતી. જેમાં  તેમણે અહીનાં પૂર્વ મુખ્યમંત્રી  એમજીઆર અને જયલલિતાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે  બંને પ્રતિષ્ઠિત નેતાઓ પર ગર્વ છે.  જે ગરીબો માટે  જીવતા હતા અને કામ કરતા હતા. તેમણે આ રેલીમાં કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ અને બેઇમાની વચ્ચે ગાઢ […]

Top Stories

થેની, તામિલનાડુ,

પ્રધાનમંત્રી મોદીએ તામિલનાડુના થેનીમાં AIADMK  સાથે સંયુક્ત રેલી કરી હતી. જેમાં  તેમણે અહીનાં પૂર્વ મુખ્યમંત્રી  એમજીઆર અને જયલલિતાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે  બંને પ્રતિષ્ઠિત નેતાઓ પર ગર્વ છે.  જે ગરીબો માટે  જીવતા હતા અને કામ કરતા હતા. તેમણે આ રેલીમાં કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ અને બેઇમાની વચ્ચે ગાઢ સંબંધ છે.

પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યુ કે  કોંગ્રેસ અને  બેઇમાની વચ્ચે ગાઢ દોસ્તી છે. બંનેએ હાથ મિલાવ્યા છે પરંતુ ક્યારેક ને ક્યારેક સાચું બોલી નાખે છે.  કોંગ્રેસ કહે છે હવે ન્યાય થશે. કોંગ્રેસ  આવું કહીને એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેણે અત્યાર સુધી 69 વર્ષ સુધી અન્યાય જ કર્યો છે.

તો પૂર્વ નાણામંત્રી ચિંદબંરમ અને તેમના દીકરા પર નિશાન તાકતા કહ્યુ કે  આપણે શું જોયું, પિતા નાણામંત્રી અને તેમના દીકરાએ દેશને લૂંટ્યો. તેઓ સરકારમાં રહ્યા ત્યાં સુધી નાગરિકોને લૂંટતા રહ્યા

પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે  હું તમને અહીં આજે મારા કામનો હિસાબ આપવા આવ્યો છું. અને સાથે જ મહાભેળસેળના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા આવ્યો છું.

વિપક્ષમાં બધાને બનવું છે પીએમ

સભાને સંબોધતા પીએમે કહ્યું કે  આજે ભારત વિશ્વમાં ઝડપથી પોતાનું સ્થાન બનાવી રહ્યો છે પરંતુ  કોંગ્રેસ, ડીએમકે અને તેમના મહામિલાવટી મિત્રો આ બાબત સ્વીકારી નથી શકતા.  તેથી તેઓ મારાથી નારાજ છે.  તેમણે એમ.કે.સ્ટાલિન પર હુમલો કરતા કહ્યું કે  કેટલાક દિવસ પહેલા ડીએમકે સુપ્રીમોના નામદાર પીએમ કેન્ડિડેટ જાહેર કરવામાં આવ્યા પરંતુ કોઈ તે માનવા તૈયાર નહોતું. કારણ કે અહીં બધા જ પીએમ બનવા માંગે છે.

પીએમે કહ્યું કે  અમે ખેડૂતોની સિંચાઈના પાણીની મુશ્કેલી વિશે જાણીએ છીએ અને વચન આપીએ છીએ કે  અહીંની વૈગાઇ નદીને ગંગાની જેમ સંરક્ષિત રાખીશું. તેમણે ઉમેર્યું કે ડીએમકે  પરિવારવાદમાં વિશ્વાસ રાખે છે અને કોંગ્રેસ તામિલનાડુમાં એવો એક પણ ઉમેદવાર નથી લાવી જે આ થેની ક્ષેત્ર સાથે સંબંધ રાખતો હોય.

તેમણે કહ્યું કે  ચોકીદારના રૂપે હું દેશ હિતમાં કામ કરીશ.  જેમને 1979 યાદ હશે તેમને ખબર હશે કે કેવી રીતે કોંગ્રેસે ડીએમકેનું અપમાન કર્યું હતું. 2જીના કૌંભાડ બાદ પણ ડીએમકે કોંગ્રેસ પર હુમલો કરી રહી હતી. પરંતુ લોકોને ગુમરાહ કરવા આજે બંને સાથે થઈ ગયા છે.