મુંબઇ,
આઇપીએલની 12ની આ સીઝનમાં અનેક રેકોર્ડ બન્યા છે અને તૂટ્યા છે ત્યારે આ રેકોર્ડની યાદીમાં વધુ એક રેકોર્ડનો ઉમેરો થયો છે. મુંબઇ ઇન્ડિયન્સે આ રેકોર્ડ તેના નામે કર્યો છે. જી હા, મુંબઇ ઇન્ડિયન્સ કુલ 200 ટી-20 મેચ રમનારી પહેલી ટીમ બની ચૂકી છે. આજે આઇપીએલના 27 માં મુકાબલામાં રાજસ્થાન સામે મેદાનમાં ઉતરતાની સાથે જ મુંબઇ ઇન્ડિયન્સે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
રોહિત શર્માના સૂકાનીપદ હેઠળ રમનારી મુંબઇની ટીમે સમરસેટ કાઉન્ટી ટીમનો 199 મેચ રમવાના રેકોર્ડે તોડ્યો છે. ત્રીજા નંબર પર હૈંપશાયર ટીમ છે જેને કુલ 194 મેચ રમ્યા છે. આઇપીએલ ટીમની કુલ મેચની વાત કરીએ તો ચોથા નંબર પર વિરાહ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. જ્યારે કોલકાતા નાઇટરાઇડર્સે 187 ટી-20 મેચ રમ્યા છે.
મુંબઇ ઇન્ડિયન્સ 3 વાર આઇપીએલ ટ્રોફી જીતી ચૂકી છે. મુંબઇ ઇન્ડિયન્સે અનુક્રમે 2013, 2015 અને 2017માં આઇપીએલ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે.
વધુ વાંચો : https://api.mantavyanews.in/ipl-2019-7-unbeatable-records-ever-made-in-the-history-of-ipl-in-ipl-season-12/
