Not Set/ આલિયા ભટ્ટ ભારતમાં ન કરી શકે મતદાન, આ છે મોટું કારણ

  આલિયા ભટ્ટ હાલમાં પોતાની ફિલ્મ કંલકના પ્રમોશનમાં વ્યસ્ત છે જોકે તેણે  આ પ્રમોશન દરમિયાન મહત્વનો ખુલાસો કર્યો હતો કે તે ભારતમાં મતદાન કરી શકે તેમ નથી.  નોંધનીય છે કે હાલમાં આલિયા ભટ્ટ. વરૂણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ  લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપવા […]

Uncategorized

 

આલિયા ભટ્ટ હાલમાં પોતાની ફિલ્મ કંલકના પ્રમોશનમાં વ્યસ્ત છે જોકે તેણે  આ પ્રમોશન દરમિયાન મહત્વનો ખુલાસો કર્યો હતો કે તે ભારતમાં મતદાન કરી શકે તેમ નથી.  નોંધનીય છે કે હાલમાં આલિયા ભટ્ટ. વરૂણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ  લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપવા જશે ત્યારે  વરૂણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂરે કહયું હતું કે હા તેઓ જશે., કારણ કે  એ નાગરિકની મહત્વની ફરજ છે. અને અમે બધા જ આ ફરજ નિભાવીશું. જોકે આ મુદ્દે આલિયાનો જવાબ જુદો હતો.

આલિયાએ જણાવ્યું હતું કે તે મતદાન નથી કરી શકતી. કારણ કે તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે.  અને તે બ્રિટિશ નાગરિક છે આલિયાની માતા સોની રાઝદાન પણ બ્રિટિશ નાગરિક છે તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી.   અને ભારતમાં મતદાન કરવા માટે ઇન્ડિયન સિટીઝનશીપ જરૂરી છે.

આલિયા ભટ્ટ હાલમાં કલંકનું પ્રમોશન કરી રહી છે તેમજ તેણે તાજેતરમાં જ રાઝી માટે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.  ફ્રેબુઆરીમાં તેની ફિલ્મ ગલી બોય રીલીઝ થઇ હતી. જે હિટ રહી હતી.  અને આલિયાની તેમાં ઘણી પ્રશંસા થઈ હતી.  કલંક ઉપરાંત આલિયા બ્રહ્માસ્ત્ર ફિલ્મ પણ કરી રહી છે.

કલંક 17 એપ્રિલે રીલીઝ થઈ રહી છે.  મલ્ટિસ્ટારર એવી આ ફિલ્મને અભિષેક વર્મને ડિરેક્ટ કરી છે અને બ્રહ્માસ્ત્રમાં આલિયાની સાથે તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર છે  આ ફિલ્મથઈ બંને પ્રથમવાર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે.