Not Set/ કોંગ્રેસે યુપી સહિત ત્રણ રાજ્યોના 18 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોન છે યાદીમાં સામેલ

નવી દિલ્હી, લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની લોકસભા બેઠકો માટે 18 ઉમેદવારોની સૂચિ જાહેર કરી છે. જેમાં ઉત્તરપ્રદેશની 9, મધ્યપ્રદેશથી 3 તેમજ હરિયાણાના 6 ઉમેદવારોના નામ સામેલ છે. Congress releases list of 18 candidates from Haryana (6), Madhya Pradesh (3) & Uttar Pradesh (9). Kumari Selja to contest from Ambala (Haryana) […]

Top Stories

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની લોકસભા બેઠકો માટે 18 ઉમેદવારોની સૂચિ જાહેર કરી છે. જેમાં ઉત્તરપ્રદેશની 9, મધ્યપ્રદેશથી 3 તેમજ હરિયાણાના 6 ઉમેદવારોના નામ સામેલ છે.

જાણો કોને અપાઇ ટિકિટ

હરિયાણા: સિરસાથી અશોક તંવરને ટિકિટ અપાઇ છે જ્યારે રોહતકથી દીપેંદર સિંહ હુડ્ડા ચૂંટણી લડશે. અંબાલાથી કુમારી શૈલજાને ટિકિટ અપાઇ છે. ગુડગાંવથી કેપ્ટન અજય સિંહ યાદવ ચૂંટણી લડશે જ્યારે ફરીદાબાદથી લલિત નાગરને ઉમેદવાર બનાવાયા છે. ભિવાની-મહેંદ્રગઢથી શ્રીતિ ચૌધરીને ટિકિટ અપાઇ છે.

મધ્યપ્રદેશ: ભિંડથી દેવાશીષ જરારિયા, ગ્વાલિયરથી અશોક સિંહ, ઘારથી દિનેશ ગિરવાલને ટિકિટ અપાઇ છે.

ઉત્તરપ્રદેશ: મોહનલાલ ગંજથી આર કે ચૌધરી, અંબેડકર નગરથી ઉમ્મેદ સિંહ નિષાદ, ગોંડાથી કૃષ્ણા પટેલ, બસ્તીથી રાજ કિશોર સિંહ, સલેમપુર માટે રાજેશ મિશ્રા, જૌનપુરથી દેવવ્રત મિશ્રા, ગાજીપુરથી અજિત પ્રતાપ કુશવાહ, ચંદૌલીથી શિવકન્યા કુશવાહ અને ભદોહી બેઠકથી રામાકાંત યાદવના નામની જાહેરાત કરાઇ છે.