Not Set/ ટાઇમ્સ મેગેઝિનની 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં મુકેશ અંબાણી સામેલ

વિશ્વના સુપ્રસિદ્વ ટાઇમ્સ મેગેઝિન દ્વારા વિશ્વના 100 પ્રભાવશાળી લોકોનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ સિવાય આ લિસ્ટમાં એલજીબીટીયુ સમુદાયના અધિકારો માટે લડનાર વકીલ અરુંધતિ કાટજૂ અને મેનકા ગુરુસ્વામીના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટાઇમ્સ મેગેઝિન દ્વારા નેતાઓ, કલાકારો અને અસાધારણ […]

World

વિશ્વના સુપ્રસિદ્વ ટાઇમ્સ મેગેઝિન દ્વારા વિશ્વના 100 પ્રભાવશાળી લોકોનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ સિવાય આ લિસ્ટમાં એલજીબીટીયુ સમુદાયના અધિકારો માટે લડનાર વકીલ અરુંધતિ કાટજૂ અને મેનકા ગુરુસ્વામીના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટાઇમ્સ મેગેઝિન દ્વારા નેતાઓ, કલાકારો અને અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા પ્રભાવશાળી વ્યક્તિનો લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય લિસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ ફ્રાન્સિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ, ભારતીય-અમેરિકન કોમેડિયન હસન મિન્હાજનું નામ પણ સામેલ છે.