Not Set/ વિરાટ સેના માટે આજે કરો યા મરોનો જંગ, કોલકાતા પણ જીત માટે સજ્જ

આઇપીએલ 12 માં વિરાટના સૂકાનીપદ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું આ સીઝનમાં સૌથ કંગાળ પ્રદર્શન રહેતા આઠ મેચમાંથી સાત મેચમાં રોયલ ચેલેન્જર્સે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બીજી તરફ કોલકાતા સતત ત્રણ મેચ હારીને પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ચૂકી છે. બન્ને ટીમ હાલમાં જીત માટે ઝઝુમી રહી છે ત્યારે બન્ને ટીમ માટે આ […]

Sports

આઇપીએલ 12 માં વિરાટના સૂકાનીપદ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું આ સીઝનમાં સૌથ કંગાળ પ્રદર્શન રહેતા આઠ મેચમાંથી સાત મેચમાં રોયલ ચેલેન્જર્સે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બીજી તરફ કોલકાતા સતત ત્રણ મેચ હારીને પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ચૂકી છે. બન્ને ટીમ હાલમાં જીત માટે ઝઝુમી રહી છે ત્યારે બન્ને ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.

કોલકાતા માટે આ મેચમાં ખરાબ સમાચાર એ છે કે આંદ્રે રસેલ ઇજાગ્રસ્ત છે. ચેન્નાઇ વિરુદ્વ મેચ પહેલા પણ તેઓ સંપૂર્ણપણે ફિટ નહોતા અને ટૂર્નામેન્ટમાં પહેલી વાર નિષ્ફળ રહ્યા હતા.

રસેલે બેંગ્લોર વિરુદ્વ ગત મેચમાં 13 બોલમાં 48 રન બનાવ્યા હતા અને કોલકાતાએ 206 રનના લક્ષ્યનો પીછો કરતા જીત હાંસલ કરી હતી. આ મેચ પહેલા તે ફિટ થાય છે કે નહીં તે સવાલ છે. તેની ગેરહાજરી કોલકાતા માટે મોટો ફટકો સાબિત થઇ શકે છે.

પ્લેઓફમાં પહોંચવા માટે કોલકાતાએ છમાંથી ચાર મેચમાં જીત મેળવવી પડશે. બેંગ્લોરની વાત કરીએ તો સૂકાની વિરાટ અને એબી ડીવિલિયર્સને મજબૂત પ્રદર્શન કર્યું છે પરંતુ ટીમ એક થઇને ઉત્તમ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. ઝડપી બોલરોએ પણ નિરાશ કર્યા છે.

યુવા નવદીપ સૈનીએ સારું પ્રદર્શન કર્યું છે જ્યારે ઉમેશ યાદવ ફલોપ રહ્યો છે. નાથન કોલ્ટર નાઇલ ઇજાગ્રસ્ત થતા દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન ટીમમાં સામેલ થયા છે જેનાથી બોલિંગ આક્રમક થવાની આશા છે.

કોલકાતાની ઝડપી બોલિંગ પણ સામાન્ય રહી છે જ્યારે બેટ્સમેન માટેની પીચ પર સ્પિનર પણ કંઇ ખાસ કમાલ કરી શક્યા નથી.
આ મેચમાં દરેકની નજર કોલકાતાના સૂકાની દિનેશ કાર્તિક પર છે જેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરાયો છે. કાર્તિક આ સત્રમાં 18.50 ની એવરેજ સાથે રન બનાવતા માત્ર એક જ અર્ધશતકીય પારી રમી છે.