મંતવ્ય ન્યૂઝ,
હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તે સંદર્ભે સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર નોટાનો દેશભરમાં પ્રચાર-પ્રસાર થાય તેવી માંગ સાથે વડોદરાના સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા નોટાની નનામી કાઢીને તેનો પ્રચાર કરાયો હતો. સામાજિક કાર્યકર્તાઓએ નોટાનો પ્રચાર-પ્રસાર થાય તે માટે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદન પત્રમાં નોટાનો પ્રચાર ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવે તેવો પ્રયત્ન કરવા માટે અપીલ કરાઇ છે અને જો આ અંગે કોઇ પણ પ્રકારના પ્રયત્નો કરવામાં નહીં આવે તો તમામ માહિતી ભેગી કરીને સુપ્રીમ કોર્ટમાં જવામાં આવશે અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા રદ કરવાની સુપ્રીમમાં માંગ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
