Not Set/ શત્રુઘ્ન સિન્હાના આજે ગુજરાતમાં ઘામા, વડોદરામાં ગજવશે સભા

વડોદરા, ભારતીય જનતા પાર્ટીનો શત્રુ એટલે કે શત્રઘ્ન સિન્હા આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.શત્રુઘ્ન સિન્હા પોતાના ગુજરાત પ્રવાસ અંતર્ગત વડોદરા ખાતે જાહેરસભાને ગજવશે.આજે સાંજે 4 કલાકે શત્રુઘ્ન સિન્હા વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર માટે મતની અપીલ કરશે.ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા બાદ હવે તેઓ ભાજપનું ગઢ એવા ગુજરાતમાં જાહેરસભા સંબોધશે. ઉલ્લેખનિય છે કે શત્રુઘ્ન […]

Top Stories Trending

વડોદરા,

ભારતીય જનતા પાર્ટીનો શત્રુ એટલે કે શત્રઘ્ન સિન્હા આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.શત્રુઘ્ન સિન્હા પોતાના ગુજરાત પ્રવાસ અંતર્ગત વડોદરા ખાતે જાહેરસભાને ગજવશે.આજે સાંજે 4 કલાકે શત્રુઘ્ન સિન્હા વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર માટે મતની અપીલ કરશે.ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા બાદ હવે તેઓ ભાજપનું ગઢ એવા ગુજરાતમાં જાહેરસભા સંબોધશે.

ઉલ્લેખનિય છે કે શત્રુઘ્ન સિન્હાને ભાજપમાંથી ટિકિટ નહીં મળતા નારાજ થઈ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યાં હવે તેઓ સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યાં છે.વડોદરામાં શત્રુઘ્ન સિન્હાના આગમનને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.તો સુરક્ષા વ્યવસ્થા પર પણ વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે.