નવી દિલ્હી,
લોકસભાની ચૂંટણીનાં બે તબક્કા પૂર્ણ થયા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તેમના ઉમેદવારીને લઇને વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ બે બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ પરથી રાહુલ ગાંધીનાં બે પાસપોર્ટ હોવા પર ચૂંટણી પંચમાં ફરીયાદ નોધાયી છે. જેને કારણે રાહુલ ગાંધીનાં નામાંકન પર તેની સીધી અસર થઇ શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં લોકસભાની ચૂંટણી જીતવાનાં માર્ગ પર એક રોડારૂપ વિવાદ સર્જાયો છે. તમને જણાવી દઇએ કે, અમેઠી બેઠક માટે રાહુલ ગાંધીની નોમિનેશનની ચકાસણી 20 એપ્રિલે કરવામાં આવવાની હતી. પરંતુ તે પહેલા ચાર લોકોએ તેમના નામાંકનને લઇને આપત્તિ દર્શાવી હતી. જેમા અપક્ષ ઉમેદવાર ધ્રુવલાલે બ્રિટેનમાં રજીસ્ટર્ડ કંપનીનાં દસ્તાવેજોને જોતા એવો દાવો કર્યો છે કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. જે કંપની છેલ્લા પાંચ વર્ષમાં ઘણો નફો મેળવી ચુકી છે. પરંતુ સોગંદનામામાં આ પ્રમાણે કશું જ જણાવવામાં આવ્યુ નથી.
વિવાદોની જાણ થતા બીજેપી એક્શન મોડમાં આવી ગઇ છે. બીજેપીએ રાહુલ ગાંધીને સવાલ કરતા તેની નાગરિકતાને લઇને સ્પષ્ટતા માંગી છે. ઉપરાંત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તો રાહુલ ગાંધીનાં નામ પર જ સવાલ ઉઠાવી દીધો છે. યોગી આદિત્યનાથે રવિવારે એક જાહેર સભામાં રાહુલ ગાંધીનાં નામને લઇને કહ્યુ કે, તેમનુ વાસ્તવિક નામ પાઉલ વિંસી છે. તમને જણાવી દઇએ કે, ભારતનાં નાગરિક પાસે બે દેશોની નાગરિકતા સ્વીકાર્ય નથી.
