Not Set/ 88 ટકા જાહેરાતો સાથે રાજ્યમાં ભાજપનો જોરદાર પ્રચાર

ગાંધીનગર, હાલ લોકસભાની ચૂંટણી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ મહાજંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ પ્રચારમાં કોઇ જ કચાશ છોડવા નથી માંગતા.ગુજરાતમાં પણ બંને પક્ષોએ ઇલેક્શનની જાહેરાતોનો મારો ચલાવ્યો હતો.જો કે જાહેરાતોમાં ભાજપ ઘણું આગળ રહ્યું હતું. ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ભાજપાની ચૂંટણી અંગેની જાહેરાતો 88 ટકા છે, જ્યારે કોંગ્રેસની માત્ર 12 […]

Gujarat Others

ગાંધીનગર,

હાલ લોકસભાની ચૂંટણી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ મહાજંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ પ્રચારમાં કોઇ જ કચાશ છોડવા નથી માંગતા.ગુજરાતમાં પણ બંને પક્ષોએ ઇલેક્શનની જાહેરાતોનો મારો ચલાવ્યો હતો.જો કે જાહેરાતોમાં ભાજપ ઘણું આગળ રહ્યું હતું.

ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ભાજપાની ચૂંટણી અંગેની જાહેરાતો 88 ટકા છે, જ્યારે કોંગ્રેસની માત્ર 12 ટકા છે. ઇલેક્શનની મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટી અનુસાર ૨૨ એપ્રિલ સુધીમાં તેમને ચૂંટણી અંગેની જાહેરાતોની 200 અરજી મળી હતી જેમાં ભાજપની 173 અને કોંગ્રેસની ૨૭ હતી.

મોનીટરીંગ સમિતિએ 127 જાહેરાતોને મંજુરી આપી છે. જેમાં ભાજપાની 112 અને કોંગ્રેસની15 જાહેરાતો છે.

એવું માનવામાં આવે છે કે ભાજપા ગુજરાતમાં પોતાના પ્રદર્શન અંગે બહુ ચિંતિત છે અને એ જ કારણોસર રાજ્યમાં તેમણે જાહેરાતો વધારી દીધી હતી.

ગુજરાતના શહેરોમાં ભાજપાની જાહેરાતોમાં ‘અબ કી બાર ફિર મોદી સરકાર’ના સૂત્રો સાથે ફકત મોદીના ફોટાઓ જ જોવા મળી રહ્યાં છે.રાજ્યમાં ભાજપે ટીવી પર પણ જાહેરાતોનો મારો રાખવામાં કોઇ કસર નથી છોડી.

સામે પક્ષે કોંગ્રેસે રાજ્યમાં જાહેરાતો ઓછી પણ ડોર ટુ ડોર સંપર્ક પર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.કોંગ્રેસના સ્ટાર પ્રચારકો નાની નાની સભાઓ કરીને મતદારોને આકર્ષવા પ્રયત્ન કરી રહ્યાં છે.