નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે આજે એક સંવેદનશીલ કેસમાં નિર્ણય આપ્યો છે. 2002નાં ગુજરાત દંગામાં પીડિત બિલ્કીસ બાનુને સુપ્રિમ કોર્ટે ન્યાય આપતા રાજ્ય સરકારને ફટકાર લગાવી છે સાથે બિલ્કીસ બાનુને રૂપિયા 50 લાખ વળતર આપવાનો આદેશ આપ્યો છે.
મંગળવારનાં રોજ કોર્ટમાં ચાલી રહેલા બિલ્કીસ બાનુ કેસમાં એસસીએ ગુજરાત સરકારને કહ્યુ કે, નિયમોનુસાર બિલ્કીસ બાનુને એક સરકારી નોકરી અને રહેવા માટે એક ઘરની વ્યવસ્થા કરવામાં આવે. તમને જણાવી દઇએ કે, 2002નાં ગુજરાત દંગામાં બિલ્કીસ બાનુનાં પરીવાર ઉપર 17 લોકોએ હુમલો કર્યો હતો. જેમા તેની બે વર્ષની બાળકીની ક્રૂર હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલામાં તેના પરીવારનાં કુલ 14 લોકોને મૌતને ભેટી દેવામાં આવ્યા હતા. બિલ્કીસ બાનુ તે સમયે 5 મહીનાની ગર્ભવતી હતી ત્યારે તેના પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો.
2002 Gujarat riots case: Supreme Court today directed the Gujarat government to pay a compensation of Rs 50 lakh to gangarape survivour Bilkis Bano. Supreme Court also directed the Gujarat Government to provide Bilkis Bano, a government job and accommodation as per rules. pic.twitter.com/dcTTKuj5fi
— ANI (@ANI) April 23, 2019
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત સરકારે તેને 5 લાખનાં વળતરનો પ્રસ્તાવ મુક્યો હતો, જેનો તેમણે અસ્વિકાર કર્યો હતો.
