કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ નિવેદન પર સુપ્રીમમાં મંગળવારના રોજ સુનાવણી થઇ હતી. રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે ચોકીદાર જ ચોર છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ પૂછેલા પ્રશ્નને કારણે સૌ ચકિત થઇ ગયા હતા. હકીકતમાં ન્યાયાધીશે પૂછ્યું હતું કે આ ચોકીદાર કોણ છે?
સુપ્રીમમાં સુનાવણી શરૂ થવા દરમિયાન રંજન ગોગોઇએ કહ્યું હતું કે તેઓએ રાહુલ ગાંધીનો જવાબ નથી વાંચ્યો. ત્યારબાદ તેઓએ મીનાક્ષી લેખીના વકિલને જવાબ વાંચવા માટે કહ્યું હતું.
મીનાક્ષી લેખી તરફથી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ દલીલ મુકતા કહ્યું હતું કે રાહુલે તેના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ માત્ર ખેદ વ્યક્ત કર્યો છે પરંતુ માંફી નથી માંગી.
આ જવાબ પર મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું હતું કે આ ચોકીદાર કોણ છે?
આ પ્રશ્નના જવાબમાં મુકુલ રોહતગીએ રાહુલ ગાંધી વિશે કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરન્દ્ર મોદીને ચોકીદાર કહ્યું છે જે ચોર છે. જ્યારે સુપ્રીમ કોર્ટે મીનાક્ષી લેખીના વકિલને કહ્યું હતું કે રાહુલ ગાંધી એફિડેવિટમાં તેનો જવાબ દાખલ કરે.
જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ એક નિવેદનમાં સુપ્રીમે પણ માન્યું છે કે ચોકીદાર જ ચોર છે તેવું કહ્યું હતું. તે બાદ બીજેપીના સાંસદ મીનાક્ષી લેખીએ કોર્ટ વિરુદ્વ તેની ફરિયાદ કરી હતી અને રાહુલે આ નિવેદનમાં જોશમાં આવીને કર્યું છે તે રીતે પોતાનો બચાવ કરતા કોર્ટ સમક્ષ ખેદ વ્યક્ત કર્યો હતો.
