Not Set/ આ વર્ષે આ રીતે દિવાળી માનવી રહ્યા છે આ ટીવી સ્ટાર્સ

મુંબઇ, દિવાળીનો તહેવાર દરેક જગ્યાએ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દરેક જગ્યા આ તહેવાર લઈને ઘૂમમચેલી છે. બોલિવૂડ સ્ટાર્સથી લઈને નાના પડદાના કલાકારો સુધી, દરેક પોતાની દિવાળીપોતાના અંદાજમાં મનાવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે કેટલાક ટીવી અભિનેતાઓ આ તહેવાર પર શું ખાસ કરવા જઈ રહ્યા છે. સિંગર વિશાલ દદલાનીનું કહેવું  છે કે દિવાળી પર મોટાભાગના […]

Uncategorized

મુંબઇ,

દિવાળીનો તહેવાર દરેક જગ્યાએ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દરેક જગ્યા આ તહેવાર લઈને ઘૂમમચેલી છે. બોલિવૂડ સ્ટાર્સથી લઈને નાના પડદાના કલાકારો સુધી, દરેક પોતાની દિવાળીપોતાના અંદાજમાં મનાવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે કેટલાક ટીવી અભિનેતાઓ આ તહેવાર પર શું ખાસ કરવા જઈ રહ્યા છે.

સિંગર વિશાલ દદલાનીનું કહેવું  છે કે દિવાળી પર મોટાભાગના શહેરો ઘોંઘાટ અને પ્રદૂષણથી ભરાય જાય છે, તેથી હું દિવાળી પર શહેરમાંથી બહાર જઇશ. મારા માટે, દિવાળીનો અર્થ પરિવાર અને તેમની ખુશી છે.

Image result for vishal dadlani diwali

જાણીતા એન્કર અને અભિનેતા મનીષ પૌલ કહે છે, “દિવાળી મારા માટે ખૂબ જ ખાસ તહેવાર છે. આ તહેવારમાં હું અને મારો પરિવાર મારા દિલ્હીવાળા ઘરે મળીએ  છીએ અને આ તહેવારને મસ્તી અને આનંદ સાથે ઉજવીએ છીએ.”

Image result for manish paul

ટીવી અભિનેત્રી નીલુ વાઘેલાએ કહ્યું, “દિવાળી એ મારો પ્રિય તહેવાર છે. આ દિવસે આપણે ચાંદીના સિક્કાઓ અને વાસણો ખરીદીએ છીએ, અમે અને પરિવારના લોકો માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ઘરે તેમની પૂજા કરીએ છીએ.”

Related image

સોની એન્ટરટેઇન્મેન્ટ પર આવનારા શો ‘ચંદ્રગુપ્ત મોર્ય’ માં ચાણક્યની ભૂમિકા ભજવનાર તરુણ ખન્ના કહે છે, “આ વર્ષે દિવાળી અંબરગામમાં મનાવવા જઈ રહ્યો છું. કારણ કે મારા નવા શો ‘ચંદ્રગુપ્ત મોર્ય’ ની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. મિત્રો અને સહકાર્યકરો સાથે ઉજવણી કરવા મળે તેનાથી સારી વાત શું હોય શકે છે. તેથી હું અંબરગામમાં દિવાળીની ઉજવણી કરવા જઈ રહ્યો છું ”

Related image