Not Set/ વધુ એક સિંહ પરિવારનો વિડીયો વાયરલ, સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

મંતવ્ય ન્યૂઝ, જંગલનો રાજ સિંહ મોટા ભાગે એકલો જ ફરતો જોવા મળતો હોય છે અને તે તેના મોટા પરિવાર સાથે ભાગ્યે જ એકસાથ જોવા મળતો હોય છે. જો કે અમરેલીમાં વધુ એક સિંહ પરિવારનો વિડીયો વાઇરલ થયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિંહો પાણી પીને તરસ છીપાવતા હોય તેવો વિડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એકી […]

Gujarat Others

મંતવ્ય ન્યૂઝ,

જંગલનો રાજ સિંહ મોટા ભાગે એકલો જ ફરતો જોવા મળતો હોય છે અને તે તેના મોટા પરિવાર સાથે ભાગ્યે જ એકસાથ જોવા મળતો હોય છે. જો કે અમરેલીમાં વધુ એક સિંહ પરિવારનો વિડીયો વાઇરલ થયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિંહો પાણી પીને તરસ છીપાવતા હોય તેવો વિડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એકી સાથે 13 થી 14 જેટલા સિંહો વનવિભાગે બનાવેલી કુંડીમાંથી પાણી પી રહ્યા છે તેવું દૃશ્ય જોઇ શકાય છે. સિંહ પાણીને પીને તરસ છીપાવતો આ વિડીયો હાલ તો સોશ્યલ મિડીયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિડીયો ગીરના જંગલનો હોવાનું સામે આવ્યું છે.