Not Set/ સુરતમાં અસામાજીક તત્વોનો આંતક, જાહેરમાં હથિયારો સાથે નિક્ળ્યા

સુરત, સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. નાની નરોલી ગામે અસામાજિક તત્વો જાહેરમાં હથિયાર સાથે નિકળી પડ્યા હતા. મળતી માહિતી મુજબ જમીન વિવાદ મામલે આ આતંક મચાવવામાં હતો. એટલુ જ નહીં ગામ લોકો ઉપર ફાયરિંગ કરી હોવાનુ પણ સામે આવ્યું હતું. આ સમગ્ર મામલાની જાણ માંગરોળ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી […]

Gujarat Surat

સુરત,

સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. નાની નરોલી ગામે અસામાજિક તત્વો જાહેરમાં હથિયાર સાથે નિકળી પડ્યા હતા. મળતી માહિતી મુજબ જમીન વિવાદ મામલે આ આતંક મચાવવામાં હતો. એટલુ જ નહીં ગામ લોકો ઉપર ફાયરિંગ કરી હોવાનુ પણ સામે આવ્યું હતું. આ સમગ્ર મામલાની જાણ માંગરોળ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં જાણે હવે ગુંડાઓનું રાજ ચાલી રહ્યુ હોય તેમ ખુલેઆમ હથિયારો સાથે અમુક અસામાજીક તત્વોએ ઉત્પાદ મચાવ્યો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ આ સમગ્ર મામલો જમીન વિવાદને લઇને ઉભો થયો છે. આ મામલે અસામાજીક તત્વોએ ગામજનોને પણ નિશાનો બનાવ્યા હતા. જો કે આ સમગ્ર ઉત્પાત મચાવનારા સીસીટીવીમાં કેદ થઇ ગયા છે. જેની મદદથી પોલીસે વધુ તપાસ આગળ વધારી છે.