પ્લેઓફથી બહાર થઇ ચુકેલી રોયલ ચૈલેંજર્સ બૈંગલોરની ટીમ પોતાની પ્રતિષ્ઠાને બચાવવા આજે મેદાનમાં ઉતરશે. બૈંગલોર તેની આઇપીએલની બાકી રહેલી મેચમાં હવે અન્ય ટીમનું ગણિત ખરાબ કરવાના પ્રયત્ન કરી શકે છે. બૈંગલોર માટે આઇપીએલની આ સીઝન ખરાબ રહી છે. બૈંગલોરની આશા 12 મેચમાંથી 8 મેચ હારીને પહેલા જ ખતમ થઇ ગઇ છે. જ્યારે રાજસ્થાન આ મેચને જીતી તેની પ્લેઓફની આશાને જીવંત રાખવાનો પ્રયત્ન કરવા ઉતરશે.
આઇપીએલ 2019ની શરૂઆત બૈંગલોર માટે ખાસ રહી નથી. બૈંગલોરની ટીમ પોતાની પહેલી મેચ ચેન્નઇ સામે હારી હતી. હવે તે માત્ર પોતાની શાખ બચાવવા જ મેદાનમાં ઉતરશે. બીજી તરફ રાજસ્થાનની ટીમ 12 મેચમાં પાંચ જીત અને સાત હાર સાથે 10 અંક લઇને સાતમાં સ્થાન પર છે. રાજસ્થાન તેની પાછળની બંન્ને મેચો જીતીને ફરી આ મેચમાં વિજયક્રમને જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. પ્લેઓફમાં પહોચવા માટે તેને બાકી રહેલી બંન્ને મેચો જીતવી જરૂરી છે.
રાજસ્થાનની ટીમને જોસ બટલર, બૈન સ્ટોક્સ ને જોફરા આર્ચરની અછત થઇ શકે છે. આ પહેલા જોફરા આર્ચરે કોલકતા નાઇટરાઇડર્સ વિરુદ્ધ 12 બોલમાં 27 રન બનાવી ટીમ માટે ખાસ યોગદાન કર્યુ હતુ. ઓપનર જોસ બટલર આઠ ઇંનિગ્સમાં ત્રણ અર્ધશતક સાથે 311 રન બનાવી ચુક્યા છે. પરંતુ તે હવે વિશ્વકપની તૈયારીઓ માટે ઇંગ્લેડ પરત પહોચી ચુક્યા છે.
