Not Set/ વધુ તાકતવર બન્યું ફેની વાવાઝોડુ, ઓડિશાના તટીય વિસ્તાર માટે મોટું જોખમ

બંગાળની ખાડીમાં સર્જાયેલું ફેની વાવાઝોડુ વધુને વધુ તાકતવર બની રહ્યું છે. એટલું જ નહીં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ‘ફેની’ ઓડિશાના તટીય વિસ્તાર માટે એક મોટું જોખમ બની શકે છે. ફેની વાવાઝોડુ ચોથી મેની આસપાસ લેન્ડફોલ કરશે. આ વાવાઝોડુ જ્યારે ઓડિશામાં પૂરી તટ સાથે અથડાશે ત્યારે તે ભીષણ થઈ શકે છે. હવામાન ખાતા અનુસાર ચક્રવાતી વાવાઝોડું […]

India

બંગાળની ખાડીમાં સર્જાયેલું ફેની વાવાઝોડુ વધુને વધુ તાકતવર બની રહ્યું છે. એટલું જ નહીં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ‘ફેની’ ઓડિશાના તટીય વિસ્તાર માટે એક મોટું જોખમ બની શકે છે. ફેની વાવાઝોડુ ચોથી મેની આસપાસ લેન્ડફોલ કરશે. આ વાવાઝોડુ જ્યારે ઓડિશામાં પૂરી તટ સાથે અથડાશે ત્યારે તે ભીષણ થઈ શકે છે.

File Photo

હવામાન ખાતા અનુસાર ચક્રવાતી વાવાઝોડું ‘ફેની’ ઓડિશાના મોટા હિસ્સાને નુકસાન પહોંચાડશે. ભારતીય હવામાન વિભાગેએ તોફાનને લઇને એલર્ટ જાહેર કરી દીદુ છે. સાથે તેમણે સ્થિતિ અનુકુળ ન થાય ત્યા સુધી માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપી છે. સાથોસાથ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.