Not Set/ લગ્નમાં PUBG રમતો જોવા મળ્યો આ શખ્શ, વીડિયો થયો વાયરલ

દુનિયાભરમાં PUBG મોબાઇલ ગેમનાં લાખો ચાહકો છે. પરંતુ હવે આ ગેમનાં ચાહકો જાણે ગાંડા થઇ રહ્યા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. લોકો અલગ-અલગ રીતે આ ગેમ પ્રત્યે પોતાનો પ્રેમ દેખાડી રહ્યા છે. આ ગેમ પાછળ લોકો કેટલા ગાંડા થઇ ગયા છે જેનુ તાજુ ઉદાહરણ એક વરરાજાએ બતાવ્યુ છે. જે પોતાના લગ્નમાં PUBG રમવામાં એટલો […]

Top Stories

દુનિયાભરમાં PUBG મોબાઇલ ગેમનાં લાખો ચાહકો છે. પરંતુ હવે આ ગેમનાં ચાહકો જાણે ગાંડા થઇ રહ્યા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. લોકો અલગ-અલગ રીતે આ ગેમ પ્રત્યે પોતાનો પ્રેમ દેખાડી રહ્યા છે. આ ગેમ પાછળ લોકો કેટલા ગાંડા થઇ ગયા છે જેનુ તાજુ ઉદાહરણ એક વરરાજાએ બતાવ્યુ છે. જે પોતાના લગ્નમાં PUBG રમવામાં એટલો મગ્ન બની ગયો છે કે તેને તે પણ ખબર નથી કે તે ક્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ફેસબુક પર એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક શખ્સ પોતાના જ લગ્નમાં જ PUBG રમી રહ્યો છે. આ વીડિયોને TIK TOKમાં બનાવવામાં આવ્યો છે. ફેસબુકમાં આ વીડિયોને અત્યાર સુધી 4 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે. આ વીડિયો સાબિત કરે છે કે હજુ પણ PUBGનો નશો લોકોનાં દિમાગમાંથી ઉતર્યો નથી. આ વીડિયોમાં જોઇ શકાય છે કે વરરાજા પોતાના જ લગ્નમાં PUBG રમવામાં વ્યસ્ત છે. દરમિયાન એક ગેસ્ટ તેને ગીફ્ટ આપવા આવે છે ત્યારે તે ઝાટકો મારી તે ગીફ્ટને હટાવી ફરી PUBG રમવામાં વ્યસ્ત થઇ જાય છે.

https://www.facebook.com/Ishare4/videos/579163512603324/