Not Set/ ECની “લાલ આંખ”,ભાજપનાં દિગ્ગજ નેતા પ્રજ્ઞા ઠાકુર “કટ ટુ સાઇઝ”

મહાસંગ્રામ 2019માં વાણી વિલાસનાં ભૂતકાળનાં તમામ રેકોર્ડો ટુંટતા જોવા મળી રહ્યા છે. ત્યારે તમામ વાદવિવાદ અને આક્ષેપો વચ્ચે ECએ પણ જાણે છમકલું કર્યું હોય તેમ લાંબી કાનુની લડાઇ લડી, સમજોતા એક્સપ્રેસ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણી બાદ મુક્ત થયેલા અને ભાજપનો ભગવો ધારણ કરી ભોપાલમાં મધ્ય પ્રદેશનાં દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્ગીરાજા સામે ચૂંટણીમાં પડકાર બની […]

Top Stories India

મહાસંગ્રામ 2019માં વાણી વિલાસનાં ભૂતકાળનાં તમામ રેકોર્ડો ટુંટતા જોવા મળી રહ્યા છે. ત્યારે તમામ વાદવિવાદ અને આક્ષેપો વચ્ચે ECએ પણ જાણે છમકલું કર્યું હોય તેમ લાંબી કાનુની લડાઇ લડી, સમજોતા એક્સપ્રેસ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણી બાદ મુક્ત થયેલા અને ભાજપનો ભગવો ધારણ કરી ભોપાલમાં મધ્ય પ્રદેશનાં દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્ગીરાજા સામે ચૂંટણીમાં પડકાર બની ગયેલા, ભાજપનાં ભોપાલ બેઠકનાં ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર પર બાબરી ધ્વંસ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરવા બદલ 02/05/2019, સવારે 6 કલાકથી પ્રતિબંધ આવનારા 72 કલાકો માટે પ્રચાર, પ્રસાર અને ભાષણ પર પ્રતિબંધ લગાવ્યો છે.

  • વિવાદી ટીપ્પણી અને પ્રજ્ઞા ઠાકુરને સાગમટેનો સંબધ

આમતો વિવાદી ટીપ્પણી અને પ્રજ્ઞા ઠાકુરને સાગમટેનો સંબધ છે. અનેક વખત પ્રજ્ઞા આગજરતી ભાષાનો ઉપયોગ કરી બધાને સ્તબ્ધ કરતી જ રહે છે. પછી તે લાગણીશીલ કે ભાવવિભોર પોતાએ વિતાવેલ જેલ કાળ અને ઇન્વેસ્ટીગેશનની વાત કરતા હોય કે વાત થતી હોય, મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં શહીદ થયેલા ATS ચિફ શહીદ હેમંત કરકરેની. પોતાનાં મંતવ્યો આપવામાં અવ્વલ પ્રજ્ઞાએ કાલે પણ આવોજ સ્વછંદતાનો પરીચય આપતા બુર્ખા પર પ્રતિબંઘની તરફેણ કરી નાંખ હતી. કેન્દ્રમાં સત્તા સ્થાને ભાજપ હોય અને ભાજપનાં જ નેતાનું બુર્ખા પર પ્રતિબંઘની તરફેણ કરતું આ નિવેદન દિવસભર ચર્ચાનો વિષય રહ્યો હતો.

  • પૂર્વે આ નેતાએની બોલતી ECએ કરી હતી બંધ
ફાઈલ ફોટો

આપને જણાવી દઇએ કે પૂર્વે પણ EC  દ્રારા ભાજપનાં ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ, બસપાનાં સુપ્રીમો માયાવતી, ગાંધી પરીવારનાં પરંતુ ભાજપનાં આખા બોલા મહિલા નેતા મેનકા ગાંધી અને સપાનાં દિગ્ગજ નેતા આઝમ ખાન પર બ્રેક લગાવી અને ચૂંટણીમાં પ્રચાર કરવા પર પાબંધી મુકી હતી.

ચૂંટણી પંચે ભલે રહી રહીને પણ પોતાની શક્તિનો પરીચય આપ્યો અને દિગ્ગજ નેતાઓ પર અંતે લગામ કરસી. પરંતુ ચૂંટણી હોય અને કોઇ નેતા વિવાદીત નિવેદનો ન કરે તે માનવામાં આવે તેવી વાત નથી. ભલે, આમા અપવાદ પણ હોય જ છે. પણ લાઇમ લાઇટમાં રહેવા નેતા શું શું કરી શકે ? અને શું શું ન કરી શકે ? તેની મતદારોને જાણ હોય જ છે.

  • વાણી વિલાસનાં તમામ રેકોર્ડ આ ચૂંટણીમાં ટુટતા દેખાયા

ભૂતકાળની તમામ ચૂંટણીનાં વાણી વિલાસનાં તમામ રેકોર્ડ આ ચૂંટણીમાં ટુટતા જોવા મળ્યા અને ખાસ કરીને મહિલા વિશેની અભદ્ર ટીપ્પણીઓએ તો માજા મુકી છે તે દેખીતી વાત છે. પછી તે સોનિયા ગાંધી-સપના ચૌધરી-માયાવતી-મમતા બેનરજી કે પ્રિયંકા ગાંધી પર કરવામાં આવેલી ભાજપનાં નેતાની ટીપ્પણી હોય કે જયા પ્રદા અને સ્મૃતિ ઇરાની પર કરવામાં આવેલી કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષનાં નેતાની ટીપ્પણી હોય.

  • આ નેતાઓ સામે પગલા ક્યારે?

ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કહી શકાય તેવું આકરૂ પગલું ભર્યું છે ત્યારે એક સવાલ પણ જહેનમાં ઉઠે છે કે PM મોદી, રાહુલ ગાંધી અને અમિત શાહનાં કેસમાં કેમ કોઇ એક્સન ન લેવામાં આવ્યો અને કેમ અરજદારે કોર્ટનાં શરણે જવુ પડ્યું તો સાથે સાથે યુપી ભાજપનાં વિધાનસભ્ય સુરેન્દ્ર સિંહ, શિવસેનાનાં સાંસદ સંજ્ય રાઉતે અને યુપીનાં જ ભાજપનાં નેતા સતપાલ મલિક સહિતનાં અગણીત નેતાઓ શું અત્યંત શિસ્ત અને શિષ્ટ બોલી રહ્યા છે કે હાલ સુધી તેમનો વાણી વૈભવ ચૂંટણી પંચનાં કાને અથડાયો નથી???