કોરિયાની કંપની હ્યુડાઇ ભારતમાં પોતાની ઇલેક્ટ્રીક કાર લાવવાની તૈયારીઓ કરી રહી છે. કંપનીએ જેનેવા મોટર શો માં આ કારને ઉતારી હતી. આ કારનું નામ KONA ઇલેક્ટ્રીક છે અને આ હ્યુડાઇનાં ગ્લોબલ પોર્ટફોલિયોની બીજી ઇલેક્ટ્રીક કાર છે. હ્યુડાઇએ કહ્યુ હતુ કે તેની પહેલી ઇલેક્ટ્રીક કાર આ વર્ષે (2019)માં આવશે.

કોરિયાની કંપની હ્યુડાઇની ઇલેક્ટ્રીક કાર જલ્દી જ ભારતમાં જ આવશે. જો કે કંપનીની માનીએ તો આ આ વર્ષે ભારતનાં માર્કેટમાં આવી જશે. વળી મારુતિની વાત કરવામાં આવે તો તે પોતાની ઇલેક્ટ્રીક કાર 2020 સુધીમાં લાવવાની તૈયારીમાં છે. એક સમાચાર મુજબ હ્યુડાઇની KONA ઇંડિયન માર્કેટમાં આવનારી પહેલી ઇલેક્ટ્રીક SUV બની શકે છે. મળતી માહિતી મુજબ હ્યુડાઇ દર મહિને પોતાની ઇલેક્ટ્રીક SUVની 50-60 યુનિટ વેચવાની આશા રાખી રહી છે. તેની કિંમતની વાત કરવામાં આવે તો તેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા હોઇ શકે છે.
શું કારની ખાસિયત

હ્યુડાઇની ઇલેક્ટ્રીક SUV કાર એકવાર ફૂલ ચાર્જ થઇ ગયા બાદ 470 કિ.મી. ચાલશે. આ તે SUVની લોન્ગ રેંજ બૈટરી વર્જનની રેંજ છે. વળી તેના બેસિક વર્જનની રેંજ સિંગલ ચાર્જ પર 300 કિ.મી. સુધી છે. આ ઇલેક્ટ્રીક SUV કાર 7.6 સેકેંડમાં 0-100 કિ.મી.ની ઝડપ મેળવી લે છે. કારની ઇલેક્ટ્રીક મોટર 134hpનો પાવર અને 395Nmનું ટોર્ક જનરેટ કરે છે. આ કારની ટોપ સ્પીડ 155 કિ.મી. પ્રતિ કલાક રહેશે.
