કોંગ્રેસના સાંસદ શશિ થરુરની પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલે સુબ્રમણ્યમ સ્વામીએ ખુદને પક્ષકાર બનાવવા માટે અરજી દાખલ કરી હતી. આ અંગેનો નિર્ણય દિલ્હીની રાઉઝ એવેન્યુ અદાલત 13 મે રોજ સંભળાવશે.
Delhi's Rouse Avenue court reserves order for May 13 on a plea by BJP leader Subramanian Swamy seeking to be part of the trial in connection with the death of Sunanda Pushkar, wife of Congress MP Shashi Tharoor.
— ANI (@ANI) May 4, 2019
ઉલ્લેખનીય છે કે આ મામલે અગાઉના સુનાવણીમાં કોંગ્રેસ નેતા શશિ થરુરને વિદેશ જવાની મંજૂરી અપાઇ હતી. દિલ્હી પોલિસે સુનંદા પુષ્કર મોત મામલે 14 મે, 2018 ના રોજ શશિ થરુર વિરુદ્વ ત્રણ હજાર પાનાનું આરોપપત્ર દાખલ કર્યું હતું. પોલિસે તેના પર દહેજને લઇને અત્યાચાર અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે.
રાઉઝ અદાલતના ન્યાયાધીશ અરુણ ભારદ્વાજે થરુરની અરજી પર દિલ્હી પોલિસને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો. શશી થરુરે અરજી કરીને 5 થી 20 મેની વચ્ચે અમેરિકા જવાની અનુમતિ માંગી હતી. જેના પર કોર્ટે મંજૂરી આપી હતી.
