ચૂંટણી પ્રચાર નેતાઓ મોટા ભાગે લોકો દ્વારા રોષનો ભોગ બનતા હોય છે અને તેમાં પણ થપ્પડ તો હવે જાણે કે સામાન્ય થઇ ચૂકી છે. હાર્દિકને પડેલા લાફા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને થપ્પડ પડી છે. કેજરીવાલના રોડ શો દરમિયાન આ બબાલ થઇ હતી જેમાં એક શખ્સે ગાડી પર ચડીને કેજરીવાલને થપ્પડ મારી હતી. જો કે બાદમાં આ શખ્સની પોલિસે અટકાયત કરી હતી.
#WATCH: A man slaps Delhi Chief Minister Arvind Kejriwal during his roadshow in Moti Nagar area. (Note: Abusive language) pic.twitter.com/laDndqOSL4
— ANI (@ANI) May 4, 2019
જણાવી દઇએ કે આજે અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી લોકસભા બેઠકના કરમપુરા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો કે આ રોડ શો દરમિયાન એક લાલ ટીશર્ટ પહેરેલા શખ્સે કેજરીવાલને ચાલુ રોડ શો દરમિયાન તમાચો ચોડી દીધો હતો. જો કે બાદમાં પોલિસ દ્વારા તેની અટકાયત કરાઇ હતી.
પોલિસે શખ્સની અટકાયત કરી છે. જો કે હજુ તેની ઓળખ સામે આવી નથી. જો કે આ ઘટના બાદ પણ કેજરીવાલનો ચૂંટણી પ્રચાર ચાલુ છે અને રોડ શો કરી રહ્યા છે.
