સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસીને લઈને દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં થઈ રહેલા વિરોધ વચ્ચે ઇન્ડિયા ટુડે-કર્વા ઇનસાઇટ્સ સર્વે પ્રકાશમાં આવ્યો છે. ‘મૂડ ઓફ ધ નેશન’ નાં સર્વે અનુસાર નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીને લઇને મોદી સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.
આ સર્વે મુજબ જો આજે દેશમાં ચૂંટણીઓ યોજવામાં આવે તો ભાજપનાં નેતૃત્વમાં એનડીએ ચૂંટણીમાં 303 બેઠકો જીતવાની સંભાવના છે. પરંતુ જો ભાજપની વાત કરીએ તો, 2019 ની લોકસભાની ચૂંટણીમાં 303 બેઠકો જીતનાર ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. આવો, જાણો કે આજે લોકસભાની ચૂંટણીઓ યોજવામાં આવે તો તે સ્થિતિમાં ભાજપ કેટલી બેઠકો ગુમાવી શકે.
‘મૂડ ઓફ ધ નેશન’ સર્વે અનુસાર, જો આજે લોકસભાની ચૂંટણીઓ યોજવામાં આવે તો, ભાજપ બેઠકોની સંખ્યા 303 થી ઘટીને 271 બેઠકો થઈ શકે છે, જે બહુમતી કરતા એક ઓછી છે. વળી, આજે ચૂંટણીની સ્થિતિમાં કોંગ્રેસને 8 બેઠકોનો ફાયદો થઇ શકે છે, જ્યારે યુપીએને કુલ 15 બેઠકોનો ફાયદો થઇ શકે છે. ‘મૂડ ઓફ ધ નેશન’ ના સર્વે અનુસાર, જો આજે ચૂંટણીઓ યોજાય તો એનડીએ 50 બેઠકો ગુમાવી શકે છે. જોકે, એનડીએ હજી પણ 303 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી શકે છે.
લોકસભાની ચૂંટણી 2019 ની મત ટકાવારીની તુલનામાં એનડીએ 4 ટકા મત ગુમાવી શકે છે અને તેના કારણે એનડીએ 50 બેઠકો ગુમાવી શકે છે. વળી, યુપીએ નાં 2 ટકા મત વધી શકે છે અને તેના કારણે તેમને 15 બેઠકોનો ફાયદો મળી શકે છે. સીએએ પર લોકોનાં વિરોધ અને રોષની અસર ભાજપની લોકપ્રિયતા પર પડી છે.
જ્યારે વડા પ્રધાનની રેસમાં નરેન્દ્ર મોદી ફરી એક વખત ટોપ પર છે. વડા પ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી 53 ટકા લોકોની પહેલી પસંદ છે. લોકોએ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ તેઓ મોદીને તેમના વડા પ્રધાન તરીકે જોવા માંગે છે. વળી, માત્ર 13 ટકા લોકોએ રાહુલ ગાંધીને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી માત્ર 7 ટકા લોકોની પસંદગી સાથે ત્રીજા સ્થાને છે. વળી, અમિત શાહ 4 ટકા લોકોની પસંદગી સાથે ચોથા નંબર પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
