લોકસભા ચૂંટણી 2019 પહેલા પુલવામાં થયેલા હુમલાને કારણે રાજકારણ ગરમાયું હતું. હવે આ જ દિશામાં જ્યારે આજે લોકસભા ચૂંટણીના 5માં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે પુલવામામાં અત્યારે વોટિંગ થઇ રહ્યું છે ત્યારે વોટિંગ વચ્ચે પુલવામાં મતદાન મથક પર બ્લાસ્ટ થયો હતો. અહીંયા રોહમુ પોલિંગ બૂથ પર ગ્રેનેડ ફેંકાયો હતો. આ બ્લાસ્ટ બાદ ફરી બપોરે 1.30 વાગ્યે બીજો બ્લાસ્ટ થયો હતો. જો કે સદનસીબે કોઇની જાનહાનિના સમાચાર નથી.
આજે પાંચમાં તબક્કામાં લોકસભાની 51 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. જેમાં જમ્મુ કશ્મીરના લદાખ અને અનંતનાગની બેઠક પણ સામિલ છે. પુલવામાં આજ સવારથી જ મતદારોની ભીડ જોવા મળી હતી. પુલવામાં હુમલાને બે મહિના જેવો સમય થયો છે ત્યારે આતંકવાદને સણસણતો જવાબ આપતા લોકોએ ડર અને ભય ભૂલવાને જુસ્સા અને જોશ સાથે લોકતંત્રના આ મહાપર્વમાં તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
