નવી દિલ્હી,
સર્વોચ્ચ ન્યાયાલયે કોંગ્રેસ સાસંદ સુષ્મિતા દેવને કહ્યું હતું કે તે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો પર પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને ક્લીન ચીટ સંબંધિત ચૂંટણીપંચના આદેશનો રેકોર્ડ લાવે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેંચે સુષ્મિતા દેવની અરજી પર 8 મેના રોજ સુનાવણી કરશે.
Supreme Court will hear the matter on May 8 pertaining to Congress' petition challenging Election Commission's decision of giving clean chit to PM Modi and BJP President Amit Shah in a hate speech complaint. pic.twitter.com/mDVfMLMudP
— ANI (@ANI) May 6, 2019
આજે સુનાવણી દરમિયાન સુષ્મિતા દેવ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનુ સિંધવીએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીપંચે ચૂંટણીપ્રચાર દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર પીએમ મોદી અને શાહ વિરુદ્વ નરમ વલણ અપનાવ્યું છે અને કોંગ્રેસની ફરિયાદોને ફગાવીને તર્કહિન આદેશ આપ્યો છે.
આ બાદ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની બેંચે આ બન્નેને પીએમ મોદી અને શાહ વિરુદ્વ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો પર ચૂંટણીપંચે આપેલા આદેશ પર એક રેકોર્ડ સાથે વધુ એક સોગંધનામુ દાખલ કરવાનો નિર્દેશ કર્યો હતો.
દેવે તેની અરજીમાં ચૂંટણીપંચની આ બન્ને નેતાઓ વિરુદ્વ કાર્યવાહીમાં નિષ્ક્રીયતા પર આરોપ લગાવ્યા છે અને તેને ભેદભાવ ગણાવ્યો છે. ચૂંટણીપંચના આ આદેશને તેઓએ તર્કહિન અને અસ્વીકાર્ય કહ્યું છે અને તેનાથી ચૂંટણીપંચની પ્રમાણિતતા પર નિશાન સાધ્યું હતું.
