ઝારખંડનાં જમશેદપુરમાં એક મહિલાએ જાહેરમાં એક વ્યક્તિની ધોલાઇ કરી હતી. એક નજરે આ મહિલાને જોતા આસપાસ ઉભા રહેલા લોકો પણ વિચારમાં પડી ગયા હતા. શું છે કારણ કે તેણે આ રીતે આ વ્યક્તિની જાહેરમાં ધોલાઇ કરી, તે જ્યારે સામે આવ્યુ ત્યારે લોકો પણ સ્તંબ્ધ થઇ ગયા હતા. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

વાત એમ છે કે, જમશેદપુરમાં માનગો વિસ્તારમાં એક મહિલાએ એક વ્યક્તિને જાહેરમાં માર માર્યો હતો, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી અને આ વ્યક્તિને કેમ મારી રહી છે તે પુછ્યુ, ત્યારે તેણે જણાવ્યુ કે, આ વ્યક્તિ પોતાને એંન્ટી કરપ્શન બ્યૂરોનો અધિકારી બતાવી રહ્યો હતો, અને મારી મદદ કરવાના બદલામાં મારી પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. તેણે વધુમાં કહ્યુ કે, આ 50 હજાર રૂપિયા આપવા તેણે માનગો વિસ્તારમાં આ વ્યક્તિને બોલાવ્યો. ત્યારબાદ મહિલા ગુસ્સામાં ભરાઇને તેને ચપ્પલથી મારવા લાગી અને બાદમાં પોલીસને જાણ કરી તેને પોલીસનાં હવાલે કરવામાં આવ્યો હતો.
Arun Mehta, Police Station In-charge Mango: She complained that a man was asking for Rs 50,000 on the pretext of helping her out with a family problem. He claimed to be from Anti-Corruption Bureau. He had fake ID-cards as well. #Jamshedpur https://t.co/z6ZPtdpdmD
— ANI (@ANI) May 8, 2019
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટના આ પહેલા પણ દેશના અલગ-અલગ વિસ્તારોમાં બની ચુકી છે. પરંતુ જ્યારે જનતા જાગે ત્યારે આવા લોકો ભાગે. નારી શક્તિ શું કરી શકે છે તેનું તાજુ ઉદાહરણ આ મહિલાએ બતાવ્યુ છે.
