Not Set/ અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી સાથે ભોજન લીધું, અટકળો થઈ ગઈ તેજ

કોંગ્રેસ સાથે છેડો ફાડયા પછી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપના નેતાઓ સાથે ઘરોબો વધાર્યો છે.અગાઉ તેમના ઘરની વાસ્તુ પૂજા સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહ મંત્રી પ્રદીપ સિંહ સાથે જોવા મળેલા અલ્પેશ ઠાકોર ફરી એકવાર ભાજપના નેતા શકર ચૌધરી સાથે જોવા મળ્યા હતા. મળતી વિગતો પ્રમાણે અલ્પેશ ઠાકોર ભાજપના આગેવાન શંકર ચૌધરી સાથે એક […]

Top Stories Ahmedabad Gujarat

કોંગ્રેસ સાથે છેડો ફાડયા પછી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપના નેતાઓ સાથે ઘરોબો વધાર્યો છે.અગાઉ તેમના ઘરની વાસ્તુ પૂજા સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહ મંત્રી પ્રદીપ સિંહ સાથે જોવા મળેલા અલ્પેશ ઠાકોર ફરી એકવાર ભાજપના નેતા શકર ચૌધરી સાથે જોવા મળ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે અલ્પેશ ઠાકોર ભાજપના આગેવાન શંકર ચૌધરી સાથે એક લગ્નપ્રસંગમાં જોવા મળ્યા હતા.કૉંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોરને ત્યાં ઉજવવામાં આવી રહેલ લગ્નપ્રસંગમાં અલ્પેશ અને શકરભાઈએ સાથે ભોજન લીધું હતું.

અલ્પેશ અને શંકર ચૌધરીની સાથે ભોજન લેતી તસવીરો સામે આવતા ફરી પાછી અલ્પેશની ભાજપમાં જોડાવવાની અટકળો શરૂ થઈ હતી.

અલ્પેશે કૉંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા પછી તેમના ભાજપમાં જોડાવવા અંગે ચર્ચાઓ ચાલી છે તો બીજી તરફ કૉંગ્રેસે તેમને ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કરવાની ગતિવિધિ તેજ કરી છે.