વિશ્વમાં હવે દરેક લોકોનાં હાથમાં મોબાઈલ જોવા મળે છે. એક મોબાઇલ તમારા હાથમાં હોવાથી તમે પૂરી દુનિયાનાં સંપર્કમાં રહી શકો છો. આજે લોકો સંપૂર્ણ રીતે મોબાઇલ પર નિર્ભર થઇ ગયા છે. જો તેવામાં તમારા મોબાઇલમાં ઇંટરનેટ કનેક્શન ન હોય તો? આધુનિક યુગમાં માણસ પણ હવે સોશિયલ મીડિયાની દુનિયામાં જીવી રહ્યો છે. તેવામાં જો તમારુ ઇંટરનેટ પેક પૂરો થઇ જાય તો કે પછી તમે જ્યા છો ત્યાં નેટવર્ક ન હોય તો? તે સમય તમારી મુશીબતો વધી જાય છે. ખાસ જો તમે ફેસબુક પર કોઇ અપડેટ કરી રહ્યા છો અને ઇંટરનેટ પેક પૂરો થઇ જાય તો? જાણો શું કરશો.
આધુનિક યુગનાં લોકોને હંમેશા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવુ ગમે છે પરંતુ જો ઇંટરનેટ ન હોય તો ફેસબુકમાં કોઇ અપડેટ જોઇ કે શેયર કરી શકતા નથી. આ પ્રકારની મુશીબતોથી રાહત મળે તે માટે એક નંબર ડાયલ કરવાનો રહેશે. મોબાઇલમાં *325# તમારે ડાયલ કરવાનું રહેશે. બાદમાં તમારા મોબાઇલમાં એક કન્ફર્મેશન મેસેજ આવશે જેને ઓકે કરી દો. ત્યાર બાદ તમારે ફેસબુક આઇડી અને પાસવર્ડ ડાયલ કરવો પડશે. ત્યાર બાદ તમને એક મેસેજ આવશે તમે જેવો તેનો રિપ્લાય કરશો ફેસબુક સ્ટેટસ અપડેટ થઇ જશે. જો કે આ દરેક મોબાઇલમાં થાય તે જરૂરી નથી. જો તમારા મોબાઇલમાં પ્રયત્ન કરવા છતા ફેસબુક ચાલુ ન થાય ત્યારે સમજવુ તમારો મોબાઇલ અપડેટ કરવાની જરૂર છે. અપડેટ કર્યા બાદ પણ તે ન થાય ત્યારે વધુ પ્રયત્ન કરવો નહી.
મોબાઇલમાં ફેસબુક અપડેટ થઇ જાય ત્યારે તમે નોટિફિકેશન, સ્ટેટસ અપડેટ, પોસ્ટ, ફ્રેંડ રિક્વેસ્ટ વગેરે મેનેજ કરી શકાશો. આ સાથે તમે જો આ સર્વિસને ડિએક્ટિવેટ કરવા માગો તો પોતાના માબાઇલથી *325*22# ડાયલ કરી ડિએક્ટિવેટ કરી શકો છો. ખાસ જ્યારે તમારા મોબાઇલમાં ફેસબુક અપડેટ ન થાય ત્યારે તેને વારંવાર કરવુ ન જોઇએ. દરેક મોબાઇલમાં ફેસબુક, ઇંટરનેટ વિના ચાલુ થાય તે જરૂરી નથી.
