Not Set/ ઈમરાનના શપથ ટળે તેવી સંભાવના: બે સીટના વિજયનું જાહેરનામું ચૂંટણીપંચે અટકાવ્યું

ચૂંટણી આચારસંહિતા ઉંંઘન અને મતની ફેર ગણતરીની માગણીને કારણે પાકિસ્તાની ચૂંટણી પંચે ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાનની બે સીટની જીતના જાહેરનામા પર રોક લગાવી દીધી છે. 25 જૂલાઈએ થયેલી પાકિસ્તાનમાં લોકસભા ચૂંટણીમાં ઈમરાન ખાને પાંચ સીટ ઉપર જીત નાેંધાવી હતી. આવામાં શપથગ્રહણ ટળવાની સાથે વડાપ્રધાનની ચૂંટણી બીજી વખત કરાવવાની સંભાવનાઆે ચકાસવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયા […]

Top Stories World Politics
ચૂંટણી આચારસંહિતા ઉંંઘન અને મતની ફેર ગણતરીની માગણીને કારણે પાકિસ્તાની ચૂંટણી પંચે ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાનની બે સીટની જીતના જાહેરનામા પર રોક લગાવી દીધી છે. 25 જૂલાઈએ થયેલી પાકિસ્તાનમાં લોકસભા ચૂંટણીમાં ઈમરાન ખાને પાંચ સીટ ઉપર જીત નાેંધાવી હતી. આવામાં શપથગ્રહણ ટળવાની સાથે વડાપ્રધાનની ચૂંટણી બીજી વખત કરાવવાની સંભાવનાઆે ચકાસવામાં આવી રહી છે.
સ્થાનિક મીડિયા અનુસાર ત્રણ અન્ય સીટો પર ઈમરાનની જીતનું જાહેરનામું જારી કરી દેવાયું હતું. જો કે પેન્ડીગ મામલામાં સુનાવણીના આધાર પર આ સીટ પર ચૂંટણી પંણ ખાનની જીતના જાહેરનામાને રદ કરી શકે છે. 65 વર્ષીય ઈમરાન ખાનને તેની પાર્ટી પીટીઆઈએ પોતાના વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરેલા છે. પંચે એનએ-54 (ઈસ્લામાબાદ-બે) અને એન-131 (લાહોર-નવ) સીટ પર તેની જીતના જાહેરનામા પર રોક લગાવેલી છે. એનએ-53 સીટ પર ખાને પૂર્વ વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીને હરાવ્યા હતા. અહી કેમેરાની સામે મતદાન કરવાને કારણે ચૂંટણી પંચે ઈમરાન ખાનને નોટિસ આપી હતી.
જ્યારે એનએ-131 સીટ પર પીએમએલ-એન નેતા ખ્વાજા સાદ રફિકે ઈમરાનને સૌથી મોટી ટક્કર આપી હતી. આ સીટ પર જીતના જાહેરનામાને એટલા માટે અટકાવી દેવાયું હતું કેમ કે રફિકની બીજી વખતની મત ગણતરીની અરજી પર લાહોર હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 14 અથવા 15 આેગસ્ટે ઈમરાન ખાનના શપથની સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી.