કેન્દ્રની ભાજપા સરકાર પાંચ વર્ષનાં કાર્યકાળમાં રોજગારીનાં મુદ્દાને ન્યાય આપી શકી નથી. દેશમાં દિવસેને દિવસે બેરોજગારોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ઘણી રોજગાર આપતી ફેક્ટરીઓ પણ બંધ જોવા મળી રહી છે. આજે જ્યારે સરકાર બેરોજગારી દૂર કરવાની મોટી મોટી વાતો કરે છે ત્યારે કોડીનાર અને તાલાળામાં આવેલ 2 સુગર ફેકટરીઓ બંધ હાલતમાં છે, સ્થાનિકોનું કહેવુ છે કે, આ સુગર ફેકટરીથી અનેક લોકોને રોજગારી મળી શકે છે, અનેક લોકો આ સુગર ફેકટરી પર નભી શકે છે.

રાજકીય પક્ષોનાં કારણે આ ફેકટરી અત્યારે બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યુ છે. આ ફેકટરી ચાલુ થાય તો સરકારને પણ આર્થિક રીતે મોટો ફાયદો થાય, પરંતુ અંદરો અંદરનાં રાજકારણનાં કારણે આજે આ ફેકટરી ખંડેર હાલતમાં પડી છે, જે ફેકટરી ચાલુ કરવાથી અનેક બેકાર લોકોને રોજગારી મળી શકે છે ત્યારે લોકોની માંગ છે, સરકારે ફેકટરીને તાત્કાલિક ચાલુ કરાવવી જોઈએ.

જૂનાગઢથી કોડીનાર સુધી શેરડીનો પાક ખૂબ સારા પ્રમાણમાં થાય છે, શેરડીનો 12 મહિનાનો પાક થાય છે ત્યારે ખેડૂતો પાસે આ શેરડીનાં ગોળનાં રાબડા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી, શેરડીનો ભાવ જ્યારે ટન નો 1800 થી 2000 હજાર હોય ત્યારે જો સુગર ફેક્ટરી ચાલુ હોય ત્યારે જ પૂરતો ભાવ મળે નહિ ત્યારે ખેડૂતોનાં મજૂરી અને મહેનતમાં જ બધા પૈસા જતા રહે છે, આવક ના બરાબર રહે છે, ગોડનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય પરંતુ બજારમાં વેપારી પાસેથી કે છૂટક ગ્રાહકો પાસેથી જોઈએ તેવો ભાવ મળતો નથી, 1800 થી 2000 શેરડીનાં ભાવ સામે 500 થી 700 રૂ. મળે તો પણ ખેડૂતો ને કોઈ આવક થતી નથી. આ સુગર ફેકટરી બંધ હોવાથી ખેડૂતોને ખૂબ નુકસાન વેઠવું પડે છે અને રાતે પાણી એ રડવાનો પણ વારો આવ્યો છે.
