Not Set/ ભગવાનનાં ધામમાં પણ હવે થઇ રહી છે ઉઘાડી લૂંટ, ખુલ્લેઆમ ચાલી રહ્યુ છે કાળાબજાર

કહેવાય છે કે અંતિમ ધામમાં પહોચ્યા પહેલા લોકો ભગવાનનાં ધામમાં સૌથી વધુ સમય વિતાવવો પસંદ કરે છે. ત્યારે જો ભગવાનનાં જ ધામમાં જવા માટે ઉઘાડી લૂંટ જોવા મળશે તો તેને આપ શું કહેશો? જી હા તમે સાંચુ સાંભળ્યુ છે, સુત્રોનાં જણાવ્યા અનુસાર, કેદારનાથનાં દર્શનમાં હવે કાળાબજારની બુમો ઉઠી રહી છે. કેદારનાથનાં દર્શન માટે હેલિકોપ્ટરની ટિકીટનું […]

Top Stories India

કહેવાય છે કે અંતિમ ધામમાં પહોચ્યા પહેલા લોકો ભગવાનનાં ધામમાં સૌથી વધુ સમય વિતાવવો પસંદ કરે છે. ત્યારે જો ભગવાનનાં જ ધામમાં જવા માટે ઉઘાડી લૂંટ જોવા મળશે તો તેને આપ શું કહેશો? જી હા તમે સાંચુ સાંભળ્યુ છે, સુત્રોનાં જણાવ્યા અનુસાર, કેદારનાથનાં દર્શનમાં હવે કાળાબજારની બુમો ઉઠી રહી છે.

કેદારનાથનાં દર્શન માટે હેલિકોપ્ટરની ટિકીટનું ખુલ્લેઆમ કાળા બજાર ચાલી રહ્યુ હોવાનુ સામે આવી રહ્યુ  છે. રૂપિયા 4700ની ટીકીટ કાળાબજારમાં રૂપિયા 12000માં વેચાઈ રહી છે. કલાકો કતારમાં ઉભા રહ્યા બાદ પણ હેલિકોપ્ટરની ટિકીટ નથી મળી રહી.

જ્યારે બીજી તરફ હોટલોમાં ત્રણ ઘણા ભાવે ટિકીટોનું વેચાણ થઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર, પવનહંસ કપની દ્વારા આ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. જેની સામે શ્રદ્ધાળુઓ હવે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.