લોકસભાનાં અંતિમ ચરણ પહેલા શુક્રવારે PM મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે સાથે મળીને પ્રેસ કોન્ફરંન્સ કરી. જેમા વડાપ્રધાન મોદીએ દાવા કરતા કહ્યુ કે, ચૂંટણી શાનદાર રહી છે અને એકવાર ફરી દેશમાં પૂર્ણ બહુમતીવાળઈ સરકાર બનવા જઇ રહી છે. PM મોદીએ જનતાનો ધન્યવાદ કરતા કહ્યુ કે, હુ માનુ છુ કે ઘણી વાતો આપણે ગર્વની સાથે દુનિયાને કહી શકીએ છીએ. આ દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર છે. આ લોકસતંત્રની તાકત દુનિયા સમક્ષ લઇ જવી આપણા બધાની ફરજ છે.
PM મોદીએ પ્રેસને સંબોધતા જનતાનું કર્યુ અભિવાદન

PM મોદીએ કહ્યુ કે, મે દેશવાસીઓને કહ્યુ હતુ કે 5 વર્ષ મને દેશ તરફથી જે આશીર્વાદ આપ્યો તેના માટે હુ ધન્યવાદ કહેવા આવ્યો છુ. તેમણે કહ્યુ કે, આ પાંચ વર્ષોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા પરંતુ દેશ હંમેશા સાથે રહ્યો. PM મોદીએ એક વિશ્વાસ સાથે કહ્યુ કે, નવી સરકાર બનશે, જે જનતાએ પણ નક્કી કરી દીધુ છે. અમે અમારા સંકલ્પ પત્રમાં દેશને આગળ લઇ જવા માટે ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેમણે કહ્યુ કે, જલ્દી સરકાર બનશે અને તુરંત કાર્યભાર સંભાળશે. અમે એક પછી એક નિર્ણય લઇશું.
PM મોદીએ 17 મે ની વાત કરતા કહ્યુ કે, 16 મે નાં રોજ પરીણામ આવ્યુ હતુ અને 17 મે નાં રોજ એક દુર્ઘટના ઘટી હતી. 17 મે નાં રોજ સટ્ટાબજારને મોદીનાં આવવા પર મોટું નુકસાન થયુ હતુ. તે સમયે સટ્ટા લગાવનાર દરેક ડૂબી ગયા હતા, હુ કહી શકુ છુ કે, 17 મે નાં રોજ ઈમાનદારીની શરૂઆત થઇ હતી.
અમીત શાહે સાધ્વીનાં નિવેદન પર આપી પ્રતિક્રિયા
સાધ્વીનાં નિવેદન પર પ્રતિક્રિયા આપતા અમીત શાહે કહ્યુ કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પાર્ટીએ કારણ બતાઓ નોટીસ જાહેર કરી છે. તેમને 10 દિવસમાં જવાબ આફવા કહેવામા આવ્યુ છે. તેમનો જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેટલુ જ નહી સાધ્વી સિવાય અન્ય નેતાઓને પણ નોટીસ આપવામાં આવી છે.

અમીત શાહે ચૂંટણીમાં અસલ મુદ્દા ગાયબ કરવા કોંગ્રેસને ગણાવી જવાબદાર
અમીત શાહે પ્રેસ કોન્ફરંન્સમાં કઇક એવુ કહ્યુ કે જે સાંભળ્યા બાદ તમે પણ ચોંકી જશો. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં ભાજપને અસલ મુદ્દાઓથી ભટકી કોઇ અન્ય મુદ્દાઓ પર રાજનીતિ કરવાના આરોપો સહિતનાં વીડિયો વાયરલ થઇ રહ્યા હતા. પરંતુ હવે ખુદ અમીત શાહે આ સમગ્ર મુદ્દાઓને ગાયબ કરવાનો આરોપ કોંગ્રેસનાં માંથે માંડ્યો છે. અમીત શાહે કહ્યુ કે, આ પહેલી ચૂંટણી હશે જેમા વિપક્ષ માટે મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચૂંટણી મુદ્દો નથી. બહુ સમય બાદ દેશની જનતાએ એવી ચૂંટણી જોઇ કે જેમા મુદ્દા ગાયબ હતા.
