સાતમાં તબક્કાનાં પ્રચાર પડઘમાં શાંત થતાની સાથે જ PM મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્રારા પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી પ્રજા અને પત્રકારો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. PM મોદી દ્રારા તેમના વડપણની કેન્દ્રની ભાજપ સરકાર દ્રારા છેલ્લા પાંચ વર્ષોમાં વિકાસનાં કરવામાં આવેલા કામોનો ચિતાર આપવામાં આવ્યા હતો. PMએ પ્રજા અને ખાસ કરીને મિડીયાનો પણ આ તબક્કે આભાર માન્યો હતો. તો સાથે સાથે PM મોદી અને અમિત શાહ દ્રારા લોકસભા ચૂંટણી 2019માં જ્વલંત વિજયની આશા જતાવવામાં આવી હતી.

લોકસભા-2019નાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ-કોંગ્રેસ બનેંએ પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી સંવાદ કર્યો હતો. પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. બરોબર ત્યારે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્રારા પણ પ્રેસ કોન્ફરન્સને સંબોધીત કરવામાં આવી હતી. પ્રેસમાં રાહુલે PM મોદી પર ભારે કટાક્ષમાં પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ખુબ સરસ,PM દ્નારા પાંચ વર્ષનાં કાર્યકાળનાં અંતિમ દિવસોમાં અને ચૂંટણી પરિણામના ચાર-પાંચ દિવસ પહેલાં પણ આખરે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.

તો લાક્ષણીક ભાષામાં રાહુલે કટાક્ષ કરતા જણાવ્યું કે ભલે પહેલી પ્રેસ કોન્ફરન્સ બંધ બારણે ફક્ત ભાષણનાં ફોર્મેટમાં કરવામાં આવી હોચ અને અમુક ગણ્યા ગાંઠ્યા પત્રકારોને જ અંદર જવા દેવામાં આવ્યા હોય પરંતુ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. રાહુલ ગાંધીએ કહ્યું કે હું PMને સવાલ પુછતો રહ્યો છું અને આજે પણ પુછુ છું કે આપ રાફેલ પર કેમ જવાબ નથી આપી રહ્યા, રાફેલ મામલે ચર્ચાથી કેમ ડરીને ભાગી રહ્યા છે, સામાન્ય પ્રજાનાં પરશેવાનાં પૈસા તમે કેમ અનિલ અંબાણીને આપાવ્યા તેની મારી સાથે ચર્ચા કેમ નથી કરી રહ્યા ?

રાહુલ ગાંધીએ PM મોદીનેજીની ફિલોસોફી હિંસા હોવાની અને કોંગ્રેસની ફિલોસોફી ગાંધીજીનાં શસ્ત્ર અહિંસા અને પ્રેમની હોવાનું જણાવતાની સાથે સાથે તે પણ ઉમેર્યુ કે હું PM અને તેમનાં માતા-પિતા, પરિવરનો આદર કરુ છું. તે ભલે મારા પરિવાર અને માતા-પિતા વિશે ગમે તે બોલે પરંતુ હું તેમને નફરતને બદલે પ્રેમ મોકલવીશ. બાકી તો પ્રજા બધું જાણે જ છે અને 23 મેએ જનતા નિર્ણય કરશે તે યોગ્ય જ કરશે.અને અમે જનાધાર મુજબ કામ કરીશું.

પ્રેસમાં સંબોઘનનાં માધ્યમથી રાહુલે ચૂંટણી પંચ પર નિશાન સાધતાં ભળાશ કાઢી હતી અને જણાવ્યું હતું કે પંચે પક્ષપાત કરીને કામ કર્યું છે. નરેન્દ્ર મોદી જે ઈચ્છે તે બોલી દે છે, અને તે વાતને લઈને બીજાને બોલવા માટે મજબુર કરવામાં આવે છે. ચૂંટણીનો સંમગ્ર શેડ્યુલ PM મોદીનાં કેમ્પેઈનિંગ શેડ્યુલ માટે બનાવવામાં આવ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. તેમની પાસે બેસુમાર પૈસા, ટીવી ચેનલ અને ભ્રમક પ્રચાર માટે ટીમો અને બીજું ધણું બધું છે અને અમારી પાસે ફક્ત ‘સચ્ચાઈ’ છે.
