Not Set/ Exclusive Story : સીમથી લઇને સંસદ સુધી દેશભરમાં માત્ર એક જ વાત – “દિલ્હીની ગાદી કોની?”

મતદાન પૂર્ણ થઇ ગયું છે અને Exit Poll પણ ધુમ મચાવી ચૂક્યા છે ત્યારે આજકાલ ચોતરફ એક જ ચર્ચા-વિચારણા ચાલી રહી છે કે, શું લાગે છે? કોણ આવશે ખરેખર? ગામની સીમ હોય કે દેશની સંસદ, પાનનો ગલ્લો હોય કે પાંચ સિતારા હોટેલ, કોર્પોરેટ ઓફિસ હોય કે શૈક્ષણિક સંકુલો, વોટ્સઅપ, ફેસબૂક, ટ્વીટર, રોડ-રસ્તા પર કે શેરીઓ-ગલીઓમાં. […]

Top Stories

મતદાન પૂર્ણ થઇ ગયું છે અને Exit Poll પણ ધુમ મચાવી ચૂક્યા છે ત્યારે આજકાલ ચોતરફ એક જ ચર્ચા-વિચારણા ચાલી રહી છે કે, શું લાગે છે? કોણ આવશે ખરેખર? ગામની સીમ હોય કે દેશની સંસદ, પાનનો ગલ્લો હોય કે પાંચ સિતારા હોટેલ, કોર્પોરેટ ઓફિસ હોય કે શૈક્ષણિક સંકુલો, વોટ્સઅપ, ફેસબૂક, ટ્વીટર, રોડ-રસ્તા પર કે શેરીઓ-ગલીઓમાં. અત્ર, તત્ર, સર્વત્ર બાળકોથી લઈ વૃદ્ધ સુધી સૌને જીજ્ઞાસા અને આતુરતા છે કે 2019 લોકસભા ચૂંટણીમાં આખરે શું થશે? કોણ આવશે? કોણ જીતશે અને કોણ હારશે?

ચૂંટણીનાં ચક્કરમાં અન્ય મુદ્દાઓ પરથી મન ભટકી ગયું, અગત્યનાં કામો-યોજનાઓ અટકી પડ્યા અને સીમથી લઈને સંસદ સુધી દેશભરમાં આજકાલ એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને એ છે –  ચૂંટણી. જ્યાં જૂઓ ત્યાં, જ્યાં નજર પડે ત્યાં, જ્યાં કાન મંડાઈ ત્યાં કે પછી જ્યાં પગ પડે ત્યાં. દેશભરમાં કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને કોલકત્તાથી લઈ કચ્છ સુધી ચૂંટણી પરિણામોની ચર્ચા-વિચારણા ચરમસીમાએ છે. અલબત એ વાત અલગ છે કે વિશ્વનાં સૌથી મોટા લોકતંત્રનાં મહાપર્વ પર 130 કરોડની જનસંખ્યા ધરાવતા આ દેશમાં 2416 નોંધાયેલા અને અગણિત પક્ષ-અપક્ષો સાથે લડવામાં આવતી. આ ચૂંટણીનાં ચોપાઠ પર ચૂંટણી લડવા માટેનાં કોઈ નક્કર મુદ્દા જ નહોતા. જો કે અહીં વાત ચૂંટણી લડવાનાં મુદ્દાઓની નથી કરવી કારણ કે તેમાં કોઈને રસ જ નથી. ઉપરાંત કોઈ મતદાર એક પણ પક્ષ કે તેમનાં ઉમેદવારને પૂછ્યાં સુધી નથી કે બીજું બધુ તો બરાબર પણ આ ચૂંટણીમાં દેશ, સમાજ, લોકસમસ્યા માટેનાં તમારા મુદ્દાઓ શું છે? પણ અહીં વાત ચૂંટણી પાછળ ભૂલાતા અન્ય મુદ્દાઓની કરવી છે.

સ્વીટ સિક્સટીનને ક્રોસ કરીને 17મી લોકસભા હવે પરીપક્વતાનાં ઉંબરે ઉભી છે, એમ કહી શકાય અથવા તો એમ પણ કહીએ કે વિશ્વમાં સૌથી યુવાન લોકસભા ભારતની છે તો તે પણ વ્યાજબી છે કારણ કે આ 17મી લોકસભા માટેનું મતદાન થઇ ચુક્યુ છે. વળી, આ વખતે સૌથી વધુ મતદારો પણ યુવાનો જ છે. આથી જ આ ચૂંટણી સૌથી રસપ્રદ બની છે.

લોકસભા ચૂંટણી અને તેના પ્રચાર-પ્રસાર પાછળ માણસથી લઈને મીડિયા એટલા બધા તો અટવાયા-ગૂંચવાયા છે કે અન્ય તમામ મુદ્દાઓ બાજુઓ રહી ગયા છે. હમણાંથી તો તમામ સવાલ, સમસ્યા, સમાચાર એક જ વિષય પર આવી અટકે છે અને એ છે ચૂંટણી અને તેમા પણ આજ કાલ ચૂંટણી પરિણામો.

સીમ પર ભરાતા ચૂંટણી ચોરાઓએ ખેડૂતોની સમસ્યાઓ ભૂલાઈ, તો શૈક્ષણીક સંસ્થામાં ચાલતી ચૂંટણી ચર્ચામાં ફીનો મુદ્દો ગાયબ થઈ ગયો, યુવાનો ચૂંટણીનાં ઉત્સાહમાં રોજગારીની વાત ચૂકી ગયા, સમાજનાં પાણીદારોની વાતમાંથી પાણીની સમસ્યા જ વરાળ બની ઉડી ગઈ, વિશ્વનાં એકમાત્ર નારી દાક્ષીણ્યતાની રખેવાળીની વાતો અને વચનો આપનારા પણ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા અંગે મૌન છે અને નારી સન્માન અને સ્વાભિમાનની વાતો આ ચૂંટણીમાં સ્વ. થઈ ગઈ તે બધાયે પ્રસાર દરમિયાન જોયું પણ છે. આ અને આવા અનેક નાના-મોટા સમાચાર કે મુદ્દાઓ પર કોઈનું ધ્યાન જ નથી કે પછી કોઈને રસ જ નથી. ચૂંટણીઓ આપણા બધા પર હાવી થઈ ગઈ છે. જી હા આ વાત સાચી છે. કારણ કે, હજુ બે-ચાર દિવસ પહેલા જ એક મોટી ઘટના ઘટી પણ તેના પર કોઈનું ધ્યાન જ નથી.  પરંતુ કહાવત છે ને કે “જેના લગ્ન હોય તેના જ ગીતો ગવાય” મતલબ કે, ચૂંટણીની ચક્કરમાં દેશ-વિદેશમાં બનતી અન્ય અગત્યની ઘટનાઓ કે બનાવો કે પછી પ્રસંગો પરથી માણસોથી લઈ મીડિયાનું મન ભટકી ગયું છે.

એવું કહેવાય છે કે, ભારતમાં સૌથી સમજદાર માણસો ચા-પાનનાં ગલ્લા પર અને વિધાનસભા કે સંસદગૃહનાં દરવાજા પાસે કે બહાર જોવા મળે છે. પાનનાં ગલ્લા પર જે ચર્ચા ચાલતી હોય તેના પરથી તુરંત અંદાજ આવી જાય કે આજકાલ દેશમાં બહુચર્ચીત મુદ્દો કયો છે. અને હા આ ચૂંટણી તો ચોમેર છવાયેલી છે અને તેના લાભો પણ બહુ બઘા લઈ રહ્યાં છે. જેમ કે, કોઈને પૈસા આપવાનાં હોય તો કહે છે, આ પરિણામ આવી જવા દો, હવે તો બસ બે-ત્રણ દિવસ જ રહ્યા છે, અત્યારે બીઝી છું. તો કોઈ સરકારી કામ અટવાયેલું હોય અને પૂરું કરવા જાય તો કહે, આચારસંહિતા છે, નવી સરકાર આવી જવા દો યાર. કોઈ વ્યક્તિને અતિ મહત્વનું કામ સોંપ્યુ હોય અને એ થયું છે કે નહીં એ પૂછીએ તો કહે, અરે સોરી…સોરી આ બે દાહાડામાં પરિણામ આવશેને બસ તે ભાગમભાગમાં ભૂલાઈ ગયું. મતલબ કે સૌ કોઈ પોતપોતાની રીતે ચૂંટણીનું નામ આપી અગત્યનાં કામ અને યોજનાઓ સિવાય કેટલાંક મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી મન ભટકાવી રહ્યાં છે.

લોકસભા ચૂંટણીમાં જે થવાનું હશે એ થશે અને કોણ જીતશે ને હારશે એ જનતા દ્રારા EVMનાં કાનમાં કહી દીધુ જ છે. બસ હવે ૨૩ મેનાં રોજ સમગ્ર ચૂંટણીનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે અને સામાન્ય માણસને ત્યારે જ હાશકારો થાય તેવું લાગી રહ્યું છે. ત્યારે ચાલો આપણે પણ જોડાઇ જઇએ 23’મે ની રાહમા…