મધ્ય પ્રદેશની રાજકીય રાજધાની ભોપાલ લોકસભા બેઠકનો પરિચય આપવામાં આવે તો હાલનાં સમયમાં ભાજપનો ગઢ ગણવામાં આવે છે. હાલમાં આ બેઠક પર ભાજપનાં આલોક સંજાર વર્તમાન સાંસદ છે. ભોપાલ બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા સીટોની જો વાત કરવામાં આવે તો ભોપાલ સંસદીય મતવિસ્તારમાં ભોપાલ ઉત્તર, નરેલા, ભોપાલ દક્ષિન-પશ્ચિમ, ભોપાલ મધ્ય, ગોવિંદપુરા, હુઝુર અને સેહૂર એમ 8 વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. અને આ તમામ 8 સીટોમાંથી માત્ર મધ્ય પ્રદેશ વિધાનસભાની હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં 3 બેઠકો કોંગ્રેસ જીતી હતી તો બાકીની પાંચ સીટો ભાજપ પાસે છે. ભોપાલ બેઠક પર કુલ મતદારોની સંખ્યા લગભગ 20 લાખ છે, જો ભોપાલ બેઠકનાં જ્ઞાતિગત ગણિતની વાત કરવામાં આવે તો આ બેઠક પર કાયસ્થ, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ હોવાથી આ મતદારો નિર્ણાયક ભૂમિકામાં રહે છે.

આવો છે ભોપાલ બેઠકનો રાજકીય ઇતિહાસ
પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા બે ટર્મ સુધી ભોપાલ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. 1984થી, છેલ્લી આઠ ટર્મથી આ બેઠક ભાજપ પાસે છે. ભાજપનાં સુશિલચંદ્ર વર્મા સૌથી વધુ 4 વખત સાંસદ છે. 1991માં નવાબ મન્સૂર અલી ખાન પટૌડીની અહીંથી કોંગ્રેસમાંથી હાર્યા હતા. ઉભા ભારતી 1999માં ભોપાલથી જીતીને લોકસભા પહોંચ્યા હતા. હાલમાં આ બેઠકનાં વર્તમાન સાંસદને ભાજપે રિપીટ ન કરતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભાજપમાં જોડાવવાનાં દિવસે જ ભોપાલ ટીકીટની ભોટ આપી આશ્ચર્ય સર્જીયું છે.
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્ગવિજયસિંહને માત આપવા ભાજપે સાધ્વી પ્રજ્ઞાનું પેરાશૂટ લેન્ડીંગ કરાવવા સાથે સાથે મહાજંગ – 2019માં “હિન્દુત્વ”નો ફરી મુદ્દો બનાવવાની કોશિશ કરવામાં આવતા આ બેઠક હાઇ પ્રોફાઇલની ગણનામાં આવી જઇ છે.
ભોપાલ લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ…

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્ગવિજયસિંહને માત આપવા ભાજપે સાધ્વી પ્રજ્ઞાનું પેરાશૂટ લેન્ડીંગ કરાવવા સાથે સાથે મહાજંગ – 2019માં “હિન્દુત્વ”નો ફરી મુદ્દો બનાવવાની કોશિશ કરવામાં આવતા આ બેઠક હાઇ પ્રોફાઇલની ગણનામાં આવી જઇ છે.
