Not Set/ 50 % VVPAT ની ઇવીએમ સાથે મેળવવાની વિપક્ષોની માંગ ચૂંટણી પંચે ફગાવી

વિપક્ષને ચૂંટણી કમિશન તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી કમિશન દ્વારા 22 વિપક્ષી દળોની વીવીપેટની સાથે જોડાયેલી માંગને રદ કરી દીધી છે. મંગળવારને વિપક્ષી નેતાઓએ ચૂંટણી કમિશનને આવેદનપત્ર આપતા અપીલ કરી હતી કે પાંચ પોલિંગ બૂથના વીવીપેટ પર્ચીયોને મેળવણી મતની ગણતરીથી પહેલા ના કરી છેલ્લા રાઉન્ડની ગણતરી પછી. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે […]

India

વિપક્ષને ચૂંટણી કમિશન તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી કમિશન દ્વારા 22 વિપક્ષી દળોની વીવીપેટની સાથે જોડાયેલી માંગને રદ કરી દીધી છે. મંગળવારને વિપક્ષી નેતાઓએ ચૂંટણી કમિશનને આવેદનપત્ર આપતા અપીલ કરી હતી કે પાંચ પોલિંગ બૂથના વીવીપેટ પર્ચીયોને મેળવણી મતની ગણતરીથી પહેલા ના કરી છેલ્લા રાઉન્ડની ગણતરી પછી. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો વીવીપેટ મેચમાં ભૂલ આવી તો તે વિધાનસભા ક્ષેત્રની તમામ વીવીપેટ પર્ચીયોની મેળવણી ફરી કરવામાં આવી જોઈએ.

ચૂંટણ પંચે કહ્યું કે, વીવીપેટ સ્લીપની ગણતરીમાં કોઈ જ ફેરફાર નહીં થાય. જે રીતે ગણતરી થવાની છે તે જ પદ્ધિતિથી થશે.કમિશને સ્પષ્ટ કર્યું કે હવે તેમની આ અપીલ પર વિચાર કરવો શક્ય નથી. પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. વીવીપેટ અને ઇવીએમની મેળવણી અંત જ કરવામાં આવશે.

21 મી મે ના રોજ દિલ્હીમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની આગેવાનીમાં વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ, સીપીએમ, આરજેડી, સપા, બસપા, આપ, ટીએમસી અને એનસીપી સહિતની કુલ 22 પાર્ટીઓ હાજરી આપી હતી, જેમણે આ મુદ્દા પર મંથન કર્યું.

વિપક્ષી દળો ચૂંટણી પંચને મળ્યા હતા અને વીવીપેટની 50 ટકા સ્લીપને મેળવવાની માગ કરી હતી.