Not Set/ મહાજંગ – 2019 : દાહોદ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

ગુજરાતની 26 બેઠકોમાંથી સૌથી વધારે આદિવાસી મતદારો ધરાવતી બેઠક દાહોદ છે. દાહોદ લોકસભા બેઠકનાં 80 ટકા મતદારો આદિવાસી છે. દાહોદ લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારિયાનો સમાવેશ થાય છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ મતદારોની સંખ્યા 16,57,702 છે. દાહોદની લોકસભા બેઠકમાં એસ.ટી. ૨૪-૨૬, ઓબીસી ૨૪-૨૬, એસ.સી. ૧૪-૧૬,  રાજપૂત ૮-૧૦, […]

Top Stories

ગુજરાતની 26 બેઠકોમાંથી સૌથી વધારે આદિવાસી મતદારો ધરાવતી બેઠક દાહોદ છે. દાહોદ લોકસભા બેઠકનાં 80 ટકા મતદારો આદિવાસી છે. દાહોદ લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારિયાનો સમાવેશ થાય છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ મતદારોની સંખ્યા 16,57,702 છે. દાહોદની લોકસભા બેઠકમાં એસ.ટી. ૨૪-૨૬, ઓબીસી ૨૪-૨૬, એસ.સી. ૧૪-૧૬,  રાજપૂત ૮-૧૦, પટેલ ૮-૧૦, બ્રાહ્મણ ૪-૬, મુસ્લિમ ૩-૫ અને અન્ય ૧૭-૧૯ ટકા છે.

દાહોદનો રાજકીય ઈતિહાસ

દાહોદ- દો હદ (રાજસ્થાન અને મધ્યપ્રદેશ) પરથી અપભ્રંશ થઇ દાહોદ કહેવાયું. દાહોદ લોકસભા બેઠક 1957 થી અસ્તિત્વમાં આવી. દાહોદ લોકસભા બેઠકનાં 80 ટકા મતદારો આદિવાસી છે. અહી 7 વિધાનસભા બેઠકોમાંથી 6 વિધાનસભા બેઠકો એસ.ટી. માટે અનામત રાખવામા આવી છે. 2014માં ભાજપનાં ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે 2,30,354 મતોથી કોંગ્રેસનાં ડૉ.પ્રભાબેન તાવીયાડને હરાવ્યા હતા. ગત લોકસભા ચૂંટણીમાં 64 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસનાં સોમજીભાઇ ડામોર સતત 7 વાર વિજયી થયા હતા. 1998 સુધી આ બેઠક કોંગ્રેસનાં કબજામાં જ રહી હતી.

દાહોદ લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

ભાજપનાં દાહોદથી લોકસભાનાં ઉમેદવાર જસવંતસિંહ ભાભોર વિશે કહેવાય છે કે તે આરએસએસની હિંન્દુત્વની વિચારધારાથી રંગાયેલા નેતા છે. જશવંતસિંહને શિક્ષણ અને સંસ્કાર બંને વારસામાં મળ્યાં છે. જો વાત કરીએ કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર બાબુ કટારાની તો કોંગ્રેસે આ વખતે તેમના પર વિશ્વાસ જતાવ્યો છે. બાબુ કટારા દાહોદ બેઠકથી 1999 અને 2004માં ભાજપનાં સાસંદ રહી ચુક્યા છે. વર્ષ 2017માં ભાજપે તેમના પર લાગેલા આરોપોનાં કારણે પાર્ટીથી બરતરફ કરી દીધા હતા. જો કે આ વખતે કોંગ્રેસે તેમના પર વિશ્વાસ રાખતા દાહોદ લોકસભા જીતવાની જવાબદારી આપી છે. જોવાનું રહેશે કે આ વખતની લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ દાહોદમાં કમળ ખીલે છે કે પંજો પડશે.